સરકારે NEET-UG 2026 આંદોલન સાથે સંબંધિત 64 કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. 

જેલ મુક્તિનો માર્ગ થશે મોકળો 

EET વિરોધ કેસના સંદર્ભમાં બેઉર જેલમાં કેદ તેજ પ્રતાપ યાદવ હવે જેલમાંથી મુક્ત થશે. સરકારે NEET-UG 2026 વિદ્યાર્થી આંદોલન દરમિયાન દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. રાજ્યના એડવોકેટ જનરલ એસડી સંજયે પટના, સિવાન અને સારણ સહિત 19 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને 64 કેસ પાછા ખેંચવાના ગૃહ વિભાગના આદેશનું પાલન કરવા માટે નોટિસ જાહેર કરી છે. તેજ પ્રતાપ યાદવનો કેસ પણ પાછો ખેંચવામાં આવશે. જેનાથી તેમની મુક્તિનો માર્ગ મોકળો થશે. 

વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો 

પેપર લીક વિરોધ દરમિયાન પટણા પોલીસે તેમની ધરપકડ કરી હતી. કોર્ટે તેમને પટણાની બેઉર જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. તેમની સામે દાખલ કરાયેલી FIR ની નકલ સામે આવી છે. તેમાં, તેજ પ્રતાપ યાદવ પર પોલીસ પર હુમલાનું નેતૃત્વ કરવાનો આરોપ છે. તેમના પર CrPC ની કલમ 109 સહિત અનેક ગંભીર કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગાંધી મેદાન ગેટ નંબર 10 પર કાયદો અને વ્યવસ્થાની ફરજ પરના મેજિસ્ટ્રેટ વિજય કુમાર તિવારીની અરજીના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે બપોરે CJP અને AISA સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધી મેદાન ગેટ નંબર 10 પાસે એકઠા થયા અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. 

શુ કરાઇ છે ફરિયાદ ?

FIR મુજબ, બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી-2026 ના કારણે તે સમયે સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ હતી. વહીવટીતંત્રે માઇક્રોફોન પર અનેક જાહેરાતો કરી, જેમાં વિરોધીઓને વિખેરાઈ જવા અને પ્રદર્શન કરવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી. આમ છતાં, માન્ય પરવાનગી વિના આશરે 1,000 લોકોનું ટોળું એકત્ર થયું. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે થોડા સમય પછી, વિરોધીઓએ પોલીસ દળ પર ઇંટો અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેજ પ્રતાપ યાદવ પણ ભીડમાં પહોંચી ગયા.

આ પણ વાંચોઃ અંતરિક્ષમાં વર્ચસ્વ જમાવવાની 'પાણી વાળી ચાલ'નો મોટો ખુલાસો