આરજેડી અને બિહાર કોંગ્રેસના નેતાઓએ નિતેશ રાણેના નિવેદન પર રોષ પ્રગટ કર્યો છે. જેના કારણે રાજનીતિ ગરમાઇ છે.

પક્ષ-વિપક્ષ આમને સામને

આરજેડી પ્રવક્તા એજાઝ અહેમદે કહ્યું કે, બકરી ઇદ પર નિતેશ રાણે દ્વારા આપવામાં આવેલા નિવેદન અને તેમણે જે રીતે બકરી વિશે વાત કરી તે ભારતના બંધારણ અને બંધારણીય વ્યવસ્થાની વિરુદ્ધ છે. નિતેશ રાણેએ, એક રીતે, ભાજપના એજન્ડા-સંચાલિત રાજકારણને આગળ ધપાવ્યું છે. જે નફરતની રાજનીતિમાં તેઓ રોકાયે છે. તે સમાજમાં વાતાવરણ ખરાબ કરી રહ્યું છે.

'આ પ્રકારની ભાષા યોગ્ય નથી'

ઐજાઝ અહેમદે વધુમાં કહ્યું કે, ભારતના બંધારણમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, બધા ધર્મના લોકો પરંપરા અને રિવાજો અનુસાર તહેવારો ઉજવી શકે છે. તેના પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, જ્યારે પણ બકરી ઈદ આવે છે, ત્યારે ભાજપના સભ્યો ઉપદેશ આપવાનું શરૂ કરે છે. આ પ્રકારની ભાષા બિલકુલ અયોગ્ય છે. બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડૉ. સ્નેહાશિષ વર્ધનએ કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ હાલમાં બગડી રહી છે અને આવી સ્થિતિમાં, જવાબદાર હોદ્દા ધરાવતા નેતાઓ દ્વારા સાંપ્રદાયિક રાજકારણમાં જોડાવું વધુ ખતરનાક સાબિત થશે.

નીતેશ રાણેએ શું કહ્યું ?

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ બલિદાન પર કહ્યું કે, જ્યારે હોળી કે દિવાળી આવે છે. ત્યારે કેટલાક લોકો સલાહ આપવા માટે આગળ આવે છે. તેઓ કહે છે કે પર્યાવરણને અનુકૂળ રીતે હોળી ઉજવો, સૂકી હોળી ઉજવો અને ફટાકડા ફોડવાનું ટાળો. હવે જ્યારે બકરી ઈદ આવી છે. તો તેમને વર્ચ્યુઅલ બકરી ઈદ ઉજવવાનું કહો. આ AIનો યુગ છે. કમ્પ્યુટર પર બકરીનો ફોટો મૂકો અને તેને કતલ કરતા બતાવો. રાણેના આ નિવેદનને કારણે ભારે વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃ Donald Trump સરકારમાં હવે JD Vance ધકેલાયા હાંસિયામાં, જાણો શું છે મામલો?