કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ખડગે અને કોંગ્રેસ પર તુચ્છ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા મજબૂત બનાવી
નીતિન નવીને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હંમેશા અન્ય લોકો અને રાજ્યોના લોકોને અપમાનિત કરવાની માનસિકતા ધરાવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે જે ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ આવ્યા છે, તે ગુજરાતનું અપમાન કરવું યોગ્ય છે? તેમણે આ સાથે ઉમેર્યું કે ગુજરાતના જ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા મજબૂત બનાવી અને જનધન જેવી યોજનાઓથી ગરીબો અને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે.
