ઈરાનના રાજદૂત કહ્યુ કે, તે ઇસ્લામમાં પ્રતિબંધિત છે. યુનાઇટેડ સ્ટેટ્સ સાથે યુરેનિયમ કરારના અહેવાલો વચ્ચે તેમનું નિવેદન આવ્યુ છે.

ઇરાનનું સ્પષ્ટ વલણ

ડૉ. હકીમ ઈલાહીએ જણાવ્યું હતું કે, ઈરાને ત્રણ દાયકા પહેલા વિશ્વ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, લગભગ 30 વર્ષ પહેલાં, અમે સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે, અમને પરમાણુ શસ્ત્રો નથી જોઈતા. અમારા સર્વોચ્ચ નેતા દ્વારા જારી કરાયેલા ફતવા મુજબ, ઇસ્લામમાં પરમાણુ શસ્ત્રો રાખવા હરામ છે. તેથી, અમે ન તો પહેલા તેમને ઇચ્છતા હતા અને ન તો હવે ઇચ્છીએ છીએ.

ઈરાન સમૃદ્ધ યુરેનિયમ સોંપશે

ઈરાનના પ્રતિનિધિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા, ઈઝરાયલ અને પશ્ચિમી દેશો સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઇ છે. જેમાં પરમાણુ પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા અને પ્રાદેશિક તણાવ ઘટાડવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી છે.

ઇરાન-અમેરિકા વચ્ચે તણાવ

અમેરિકાએ ઈરાનને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે જો તે યુરેનિયમ મુદ્દા પર કોઈ કરાર પર પહોંચશે નહીં, તો લશ્કરી કાર્યવાહી ફરી શરૂ થઈ શકે છે. જોકે, યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવા અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઈરાનના યુરેનિયમ ભંડારને પરમાણુ ધૂળ ગણાવી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવા એ અમેરિકાની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

આ પણ વાંચોઃ ચીનમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા, સરકારે આપ્યુ રાહત પેકેજ