અભિજીત દિપકેએ વધુમાં કહ્યુ હતુ કે, જો સરકાર ઉકેલ ઇચ્છતી હોય, તો તે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઇ લે.
એક કલાક ચાલી બેઠક
પેપર લીક મુદ્દા અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે, શુક્રવારે દિલ્હીના વિઠ્ઠલ હાઉસ ખાતે કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. વિરોધ શરૂ થયા પછી બંને પક્ષો વચ્ચે આ બીજી બેઠક હતી. જોકે, બેઠક પહેલાં, સીજેપીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું હતુ કે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય બીજું કંઈ સ્વીકાર્ય રહેશે નહીં. અમારો વિરોધ સમાપ્ત થશે નહીં.
https://twitter.com/ANI/status/2080577371669930109
સીજેપીએ શુ કહ્યુ ?
કોકરોચ જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા સૌરવ દાસ અને આશુતોષ રંકાએ સરકાર સાથેની વાતચીતમાં ભાગ લીધો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના નેતૃત્વમાં આ બેઠક મૂળ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર, સ્થળ વિઠ્ઠલ હાઉસમાં ખસેડવામાં આવ્યું હતું. આ બેઠક વિઠ્ઠલ હાઉસના રૂમ નંબર 504માં યોજાઈ હતી અને એક કલાક સુધી ચાલી હતી. કેન્દ્ર સરકાર સાથે વાતચીત શરૂ થાય તે પહેલાં, અભિજીત દીપકે કહ્યું કે, આ વિરોધ દેશના યુવાનોનો છે. સોનમ વાંગચુક કે દીપક સુધી મર્યાદિત નથી.
https://twitter.com/ANI/status/2080577880413843576
વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવા: જીતેન્દ્ર સિંહ
આ પહેલાં, ગુરુવારે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કોકરોચ જનતા પાર્ટીને સરકાર સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે આગળ આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ફક્ત વાતચીત દ્વારા જ મુદ્દાઓ ઉકેલી શકાય છે અને આગળ વધવાનો માર્ગ શોધી શકાય છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ચાર વખત સીજેપીને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું, હું આ વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ અને યુવા સાથીઓને વાતચીત માટે આગળ આવવા અપીલ કરવા માંગુ છું. અમારા દરવાજા તેમના માટે ખુલ્લા છે. તેમણે કહ્યું કે આ સરકાર તરફથી નમ્ર અપીલ છે.
આ પણ વાંચોઃ ટાઇટ કપડાં પહેરી સાયકલ ચલાવવા બદલ ગવર્નરને હટાવ્યા, સમર્થનમાં વિરોધ પ્રદર્શન શરૂ
