રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે 'ઓપરેશન સિંદૂર' વિપક્ષના પ્રશ્નો પર જવાબ આપ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, પહલગામના આતંકીઓનો સફાયો કરાયો છે. આતંકવાદીઓ પાસેથી મળેલા કારતૂલો આતંકની ઓળખ કરવવા માટે પૂરતા છે. 'ઓપરેશન મહાદેવ' અને 'ઓપરેશન સિંદૂર' એ સેનાની જીત છે. અમિત શાહે તમામ સેનાના જવાનોને અભિનંદન આપ્યા હતા.

વિપક્ષ પર કટાક્ષ

'ઓપરેશન સિંદૂર' મામલે વિપક્ષનો હોબાળો યથાવત્ છે. તેવામાં અમિત શાહે વિરોધ પક્ષ પર કટાક્ષ કર્યો હતો. આ સાથે જ વિપક્ષે વોકઆઉટ કર્યુ હતુ. પરંતુ આ સમયે કેન્દ્રિય ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે, આતંકીઓને જડમૂળમાંથી ખત્મ કરવા માટે સેનાએ અગાઉથી જ રણનીતિ તૈયાર રાખી હતી. અને 1 મહિનામાં આતંકીઓની લોકેશન ટ્રેક કરવામાં આવી હતી. પી.ચિદમ્બરમે 'ઓપરેશન સિંદૂર' ને પડકાર ફેક્યો હતો. અને 'ઓપરેશન સિંદૂર'એ કૉંગ્રેસ અને પી.ચિદમ્બરમના બોલતી બંધ કરી હતી. કૉંગ્રેસ દરેક વાતમાં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરે છે. 'ઓપરેશન મહાદેવ' પર કૉંગ્રેસ સવાલ ઉઠાવે છે તે શરમજનક બાબત હોવાનુ પણ અમિત શાહે જણાવ્યુ હતુ.

'ઓપરેશન સિંદૂર' પર મહાચર્ચા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, 22 એપ્રિલે હુમલો થયો ત્યારે રાત્રે જ પીએમ મોદી સાથે વાતચીત થઇ હતી. આ વાતચીત વચ્ચે જ સમગ્ર રણનીતિ તૈયાર કરાઇ હતી. અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ એ જ સાંજે શ્રીનગર પહોંચ્યા હતા. કૉંગ્રેસ પાકિસ્તાનની ચિંતા કરે છે. અને ભારતીય સેના પર સંદેહ કરે છે. શ્રીનગરમાં થયેલો અપરાધ એ માનવતાને શર્મસાર કરે છે. આતંકીઓ સંદેશ આપે છે કે આતંક યથાવત્ રહેશે. પરંતુ તેઓ નથી જાણતા કે ભારતીય સેના કેટલી તાકતવર છે.