સંસદના ચાલુ ચોમાસા સત્રના પહેલા અઠવાડિયાનો પાંચમો દિવસ છે. પાંચમા દિવસે બંને ગૃહોમાં હોબાળો ચાલુ છે.
વિપક્ષ પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ
રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. ઉપલા ગૃહમાં હોબાળા વચ્ચે, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વંદે માતરમ બિલ રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યાની સાથે જ વિપક્ષે આ બિલનો વિરોધ શરુ કર્યો હતો. નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જે લોકો બિલનું અપમાન કરી રહ્યા હતા તેઓ ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. રાયે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 રજૂ કર્યું હતુ. જેને વંદે માતરમ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોબાળા વચ્ચે કાર્યવાહી ફરી શરુ
ભારે હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. સંસદના ચાલુ ચોમાસા સત્રના પાંચમા દિવસે બંને ગૃહોમાં હિંસક હોબાળો ચાલુ છે. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ, વિપક્ષના સભ્યો વેલમાં ધસી ગયા અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળાને કારણે, સ્પીકર ઓમ બિરલાએ ગૃહને બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.
કડક કાયદા લાવવાની તૈયારી
રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો. હોબાળાને કારણે ઉપલા ગૃહનું કામકાજ પણ થઈ શક્યું નહીં. કાર્યવાહી ફરી શરૂ થયાના થોડીવારમાં, અધ્યક્ષે ફરી કાર્યવાહી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, સરકાર હવે પેપર લીક અંગે કડક કાયદા લાવવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં તમામ મોટા નિર્ણયો લઈ રહ્યા છે આસિમ મુનીર, સાઉદી-તુર્કીથી વધારી રહ્યા છે દોસ્તી
