બિહારમાં ભાજપની જબરદસ્ત જીતને લઇને પીએમ મોદીને પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે આ જીત વિકાસ અને સુશાસનની જીત છે. . તેમણે કહ્યું કે આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાનો વિજય છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય અપાવવા બદલ હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું. આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.

તમામ NDA પક્ષોને અભિનંદન- પીએમ મોદી

પીએમ મોદીએ તમામ NDA પક્ષોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે NDA એ રાજ્યમાં સર્વાંગી વિકાસ હાંસલ કર્યો છે, અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને ઓળખીને લોકોએ અમને પ્રચંડ બહુમતી આપી છે.હું આ જંગી જીત માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા NDA પરિવારના સાથીઓ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.


દરેક કાર્યકરોની મહેનત બદલ આભાર માનું છું- પીએમ મોદી

પીએમ મોદીના મતે જનતાએ વિકાસના એજન્ડાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. તેમણે કહ્યું કે હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા છે, અમારા વિકાસ એજન્ડા રજૂ કર્યા છે અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને મજબૂતીથી ઠપકો આપ્યો છે. હું તેમની ખૂબ પ્રશંસા કરું છું.


હું ખાતરી આપુ છું કે..


પીએમ મોદીએ બિહારના લોકોને વિવિધ ક્ષેત્રોમાં વધુ સારા કાર્યની ખાતરી આપી. તેમણે કહ્યું કે આગામી સમયમાં અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અમે ખાતરી કરીશું કે આ રાજ્યના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે. 
  • Follow us on: