તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સાયોની ઘોષ અંગે આપેલા નિવેદનથી ચર્ચાનો દૌર શરુ થયો છે.

સાયોની ઘોષની વાંધાજનક પોસ્ટ

ડૉ. પ્રદીપ દીક્ષિતે જાહેરાત કરી હતી કે, જે કોઈ સાંસદ સાયોની ઘોષનું કપાયેલું માથું લાવશે તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. ચેરમેન પ્રદીપ દીક્ષિતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે. આ સમગ્ર વિવાદ પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાયોની ઘોષની ભગવાન શિવ અને શિવલિંગ વિશેની વાંધાજનક પોસ્ટ સાથે સંબંધિત છે. હિન્દુ સંગઠનો દ્વારા દેવતાઓના અપમાનના વિરોધમાં બુલંદશહેરના સિકંદરાબાદ વિસ્તારમાં 3,100 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

અધ્યક્ષ ડૉ. પ્રદીપ દીક્ષિતની પ્રતિક્રિયા

સંબોધન દરમિયાન અધ્યક્ષ ડૉ. પ્રદીપ દીક્ષિતે કહ્યું હતુ કે, હું દરરોજ એક કલાક ભગવાન શિવની પૂજા કરું છું. ટીએમસી સાંસદ સાયોની ઘોષના કથિત કૃત્યો મને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. સાયોની ઘોષનું કપાયેલું માથું લાવનાર કોઈપણ વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ભોજશાળાના ગેટ પર બિન-હિંદુઓ માટે પ્રવેશ પ્રતિબંધિત લખેલું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.

પક્ષ-વિપક્ષ આમને સામને

ડો. પ્રદીપ દીક્ષિતનું નિવેદન વાયરલ થઈ રહ્યુહ્યો છે. વિરોધી પક્ષો ભાજપ અને હિન્દુ સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે સમર્થકો તેને કાર્યવાહીની પ્રતિક્રિયા ગણાવી રહ્યા છે. વહીવટીતંત્ર કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. 

આ પણ વાંચોઃ Putin China Visit દરમિયાન શી જિનપિંગ સાથેના પ્રોજેક્ટને અપાશે અંતિમ સ્વરૂપ, જાણો શું છે મામલો?