રાજકારણમાં શબ્દયુદ્ધ અને કટાક્ષોની પરંપરાથી રાજકીય તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના પીએમ મોદી પર શબ્દોના બાણ

'મોતના સૌદાગર'થી શરુ થયેલો વિવાદીત નિવેદનોનો સિલસીલો હવે 'આતંકવાદી' શબ્દ સુધી આવ્યો છે. પીએમ મોદી માટે વિરોધ પક્ષ કેટલા નીચલા સ્તર સુધી જઇ શકે છે તે તેમના નિવેદનો પરથી જાણી શકાય છે. પીએમ મોદીની 'ચાયવાલા', 'નીચ આદમી', 'ચોકીદાર ચોર હૈ' વગેરે જેવા શબ્દોથી વિરોધીઓએ તુલના કરી છે. આ પ્રકારની ભાષાએ હંમેશા કોંગ્રેસની માનસિકતા દર્શાવી છે.

વિરોધ પક્ષ એટલે વિવાદિત નિવેદનોનો ભંડાર

1. વર્ષ 2007માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 'મોતકા સૌદાગર' જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વિવાદાસ્પદ નિવેદન 2002ના ગોધરાકાંડના સંદર્ભમાં અપાયુ હતુ. જે ભાજપ વિરુદ્ધ પ્રમુખ રાજનૈતિક મુદ્દો બન્યો હતો. એ સમયે કોંગ્રેસને બેકફાયર કરાયુ હતુ. 1 ડિસેમ્બર 2007ના રોજ ગુજરાતમાં ચૂંટણી રેલી દરમિયાન સોનિયા ગાંધીએ આ નિવેદન આપ્યુ હતુ.

2. પીએમ મોદી અંગે હાલમાં કોંગ્રસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ તમિલનાડુમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ પીએમ મોદીને 'આતંદવાદી' કહ્યા હતા. આ શબ્દના કારણે ભારે હોબાળો થયો હતો. બાદમાં મલ્લિકાર્જુન ખરગેએ સ્પષ્ટતા આપી હતી કે, તેઓએ 'આતંદવાદી' નહી પરંતુ 'આતંકિત' કહ્યુ હતુ. આ સિવાય તેઓએ પીએમ મોદીની તુલના 'ઝેરીલા સાંપ' અને 'રાવણ' સાથે પણ કરી હતી.

3. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં દાવો કર્યો હતો કે, પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના 100% નિયંત્રણ હેઠળ છે અને ભારતની સાર્વભૌમત્વ સાથે સમાધાન કરી રહ્યા છે. અગાઉ, તેમણે સંસદમાં પીએમનું વર્ણન કરવા માટે 'જાદુગર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. 2019ની સામાન્ય ચૂંટણીમાં રાફેલ ડીલને મુદ્દો બનાવીને રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે રાહુલ ગાંધીએ માફી પણ માંગવી પડી હતી.

4. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના વિવાદાસ્પદ નિવેદનનો પણ વાયરલ થયા હતા. તેઓ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, હું મોદીને મારી શકું છું. હું તેમને અપશબ્દો પણ બોલી શકું છું. મરાઠીમાં આપેલા આ નિવેદનથી મહારાષ્ટ્રના ભાજપ નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ બગડતી જોઈને, નાના પટોલેએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરાયુ છે.

5. રાજ્યમંત્રી પદ ધરાવતા રાજ્યમંત્રી મોહમ્મદ અબ્બાસે પીએમ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. અબ્બાસે કહ્યું હતુ કે, રાવણથી પણ મૂડીવાદીઓને ફાયદો થયો, અને આપણી કેન્દ્ર સરકાર પણ મૂડીવાદીઓને ફાયદો કરાવી રહી છે. જો તેઓ અખિલેશ સરકારને રાવણ કહે છે, તો શું આપણે તેમને કૃષ્ણ કહેવા જોઈએ?. શ્રમ સલાહકાર મોહમ્મદ અબ્બાસે કેન્દ્ર સરકારની નીતિઓને રાવણના શાસન જેવી ગણાવી હતી.

મણિશંકર ઐયરની પીએમ મોદી વિશેની ટિપ્પણીઓ

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ મોદી વિરુદ્ધના પોતાના નિવેદનો માટે વારંવાર વિવાદ ઉભો કર્યો છે. તેમના કેટલાક સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ નિવેદનો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.

1. 'ચાવાલા' ની ટીકા (2014):-

2014ની લોકસભા ચૂંટણી પહેલા, તેમણે મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ પીએમ નહીં બની શકે, પરંતુ જો તેઓ ઇચ્છે તો તેઓ કોંગ્રેસના અધિવેશનમાં "ચા વેચી" શકે છે. જોકે, ઐયરે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, તેમણે 'ચાવાલા' શબ્દનો ઉપયોગ કર્યો નથી. પરંતુ તેમને ચા વેચવાની સલાહ આપી હતી.

2. 'નીચ માઇન્ડ કા આદમી' ટિપ્પણી (2017):-

ડિસેમ્બર 2017માં, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન, મણિશંકર ઐયરે પીએમ મોદીને 'નીચ આદમી' એટલે કે, નીચ માણસ કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મોદીએ બાબાસાહેબ આંબેડકર અંગે અભદ્ર રાજકારણ રમ્યું છે. આ નિવેદનથી ભારે વિવાદ થયો હતો, અને તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

3. 'નીચ' ટિપ્પણી અને 'ભવિષ્યવાણી'ની સ્પષ્ટતા (2019):-

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, મણિશંકર ઐયરે તેમની 2017ની 'નીચ' ટિપ્પણીને યોગ્ય ઠેરવતા એક લેખ લખ્યો હતો. તેમણે મોદીને ભારતના સૌથી ખરાબ બોલતા વડા પ્રધાન પણ કહ્યા હતા.

4.તાજેતરનું નિવેદન (માર્ચ 2026):-

તાજેતરમાં 2026માં, ઐયરે જયપુરમાં કહ્યું હતું કે, તેમણે ક્યારેય મોદીને "નીચ" કહ્યા નથી પરંતુ તેમના પાત્રને 'નીચ' તરીકે વર્ણવ્યું હતું.

5. 'નાલાયક' ટિપ્પણી (1998):-

પીએમ મોદી પહેલા, 1998માં, તેમણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને 'નાલાયક' કહ્યા હતા.

અન્ય વિવાદિત ટિપ્પણીઓ:

2022ની ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, અમે પીએમ મોદીને તેમની ઓકાત બતાવી દઈશું.

સંજય નિરુપમ (2018):- પીએમ મોદીને 'અનપઢ-ગંવાર' કહ્યા હતા.

રણદીપ સુરજેવાલા (2023):- પીએમ મોદી માટે રાક્ષસ પ્રવૃત્તિ જેવી ટિપ્પણીઓ કરી હતી.

આ પણ વાંચોઃ Japanએ ફાઇટર જેટ સહિત ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ, જાણો શું કર્યા ફેરફાર?

  • Follow us on: