તમિલનાડુના રાજકારણમાં આ વખતે એક નવો જ ઈતિહાસ લખાતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક મતગણતરીના વલણોમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) એ જોરદાર લીડ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. અનેક બેઠકો પર TVK આગળ ચાલી રહી છે, જ્યારે સત્તારૂઢ DMK પાછળ દેખાઈ રહી છે.
કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો
થલાપતિ વિજય, જેનું અસલ નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, તે હવે માત્ર સિનેમાનું નામ નથી પણ રાજકારણની નવી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. વિજયના જીવનનો એક રસપ્રદ કિસ્સો એ છે કે તેમણે અભિનય પાછળ પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો. ચેન્નાઈની પ્રખ્યાત લોયોલા કોલેજમાં 'વિઝ્યુઅલ કોમ્યુનિકેશન'નો અભ્યાસ કરતા વિજયનું મન પુસ્તકો કરતા કેમેરા અને સ્ટેજમાં વધુ પરોવાયેલું હતું. તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર દિગ્દર્શક હોવાથી અભિનય તેમના લોહીમાં હતો. પરિણામે, તેમણે કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો.
