મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. બુધવારે યોજાયેલી ફ્લોર ટેસ્ટમાં તેમની સરકારને પ્રચંડ સમર્થન મળ્યું. વિપક્ષના પડકારો છતાં, 'થલાપતિ' સરકારે બહુમતીના જાદુઈ આંકડાને સરળતાથી પાર કરી લીધો અને ગૃહમાં પોતાની તાકાત દર્શાવી.

144 ધારાસભ્યોએ આપ્યુ સમર્થન 

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવ્યો. વિશ્વાસ પ્રસ્તાવ પર ગૃહમાં થયેલા મતદાન દરમિયાન, કુલ 144 ધારાસભ્યોએ ટીવીકેને ટેકો આપ્યો, જ્યારે 22 ધારાસભ્યોએ દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું.

વિજયે મેળવી સ્પષ્ટ બહુમતી 


તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકરન હાલમાં વિશ્વાસ મત પહેલાં ગૃહમાં હાજર ધારાસભ્યોની ગણતરી કરી રહ્યા છે. ડીએમકે દ્વારા વોકઆઉટ બાદ, ટીવીકે, ડાબેરી પક્ષો, વીસીકે, આઈયુએમએલ, ભાજપ, ડીએમડીકે, પીએમકે અને અન્ય પક્ષોના બાકીના ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા છે.

તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ડીએમકે ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ પગલાથી મુખ્યમંત્રી વિજયને નોંધપાત્ર આંકડાકીય ફાયદો થયો છે. ડીએમકે પાસે હાલમાં 59 બેઠકો છે.

 વિધાનસભાની વર્તમાન અસરકારક સંખ્યા 232 છે, જેમાં બહુમતીનો આંકડો 117 છે. જો કે, ડીએમકેના વોકઆઉટને કારણે, જરૂરી બહુમતીનો આંકડો ઘટીને 88 થઈ ગયો છે, જેના કારણે ટીવીકે માટે મતદાનમાં સરળ વિજય મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય