બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનીતિના તમામ રંગ અહીં જોવા મળી રહ્યા છે. પછી એ લાલૂ પ્રસાદ યાદવનો પારિવારીક ઝઘડો હોય કે તેજ પ્રતાપ યાદવના અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધો કે હોય પછી ભાઇ-ભાઇ વચ્ચેનો વિગ્રહ. આ તમામ સ્થિતિ વચ્ચે ચૂંટણીનો માહોલ વધુ ગંભીર બન્યો છે. એક તરફ, તેજ પ્રતાપ યાદવે પોતાના પરિવારના સભ્યોને સોશિયલ મીડિયામાંથી અનફોલો કર્યા છે. અને બીજી તરફ, તેમની નવી પાર્ટીની દસ્તક તમામ માટે ચિંતાનો વિષય બની છે.
'ટીમ તેજ પ્રતાપ' નામનું નવુ સંગઠન
તેજ પ્રતાપ યાદવે જણાવ્યુ છે કે, તેઓ મહુઆ બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેજસ્વી તેમના અર્જુન છે. તેજ પ્રતાપના આ નિવેદને રાજનીતિમાં ફરી ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. RJD અને પરિવારમાંથી હકાલપટ્ટી કરાયા બાદ તેજ પ્રતાપે મુઝફ્ફરપુરમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. 'ટીમ તેજ પ્રતાપ' નામનું નવુ સંગઠન ઉભુ કરીને તેજ પ્રતાપે નાના ભાઇ તેજસ્વી માટે પોતાની સકારાત્મકતા દર્શાવી છે. તેજ પ્રતાપના બળખોર વલણે તેમના સાધુ યાદવ અને સુભાષ યાદવના વર્તનની યાદ અપાવી છે. તેજ પ્રતાપના નિવેદનો જૂના નિવેદનો સાથે મળતા આવે છે. જ્યારે તેઓએ પોતાને 'કૃષ્ણ' સાથે સરખાવ્યા હતા. અને તેજસ્વીને 'અર્જુન' તરીકે સંબોધ્યા હતા. પરંતુ અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધોએ તેજ પ્રતાપને પરિવારથી દૂર કર્યા છે. અને હવે તેમના બળવાખોર વલણના કારણે તેમની રણનીતિ આરજેડી અને લાલૂ પ્રસાદ યાદવના પરિવારને કમજોર કરી રહી હોવાની અટકળો જોવા મળી રહી છે.
સ્વતંત્ર ઓળખ બનાવવા પ્રયાસ
'ટીમ તેજ પ્રતાપ' નામનું નવુ સંગઠન બનાવીને તેજ પ્રતાપ પોતાની સ્વતંત્ર ઓળખ સાબિત કરવા માગે છે. તેથી તેઓએ આરજેડી, પાર્ટીનો ઝંડો અને ટોપી બદલી છે. તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ પ્રયત્નો કરવા માગે છે. જે તેમને રાજનીતિમાં ફરી મજબૂત બનાવશે. આ મજબૂતીના કારણે તેઓએ પોતાની નવી પાર્ટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. આ તમામની વચ્ચે પરિવાર અને પ્રેમ સંબંધોનું ગણિત પણ તેઓ હલ કરી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવની રણનીતિ લાલૂ પ્રસાદ યાદવના પરિવાર અને પક્ષ માટે પડકાર બનશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.