હાલમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિકને કાબૂમાં લાવવા માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવે છે. વળી વાહન ચાલકોની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે હેલ્મેટ પહેરવુ, સીટ બેલ્ટ બાંધવો વગેરે વગેરે નિયમો આપણી સલામતી માટે જ છે. પરંતુ જો તમે આ નિયમોનું પાલન ન કરો તો મેમો ઘરે આવે તે નક્કી છે. હવે તો સીસીટીવી માં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કેદ થઇ જાય છે અને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક ચલણની રસીદ ચર્ચાનો વિષય બની છે. 


કર્ણાટક સરકારની ટ્રાફિક દંડ પર 50 ટકા માફીની જાહેરાત 

કર્ણાટક સરકારે તાજેતરમાં ટ્રાફિક દંડ પર 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. બેંગલુરુના એક વ્યક્તિએ આ ઓફરનો લાભ લેવા માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારે જે તેને રસીદ આપવામાં આવી તે જોઇએ તે પોતે તો ખરાજ પરંતુ હાજર સૌ કોઇ દંગ રહી ગયા. તે વાહનચાલકને મળેલા ચલણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે ચર્ચાનો વિષય બન્યો છે. 

એક વ્યક્તિ પર ટ્રાફિક ઉલ્લંઘનના 100 કેસ

રાજાજીનગર ટ્રાફિક પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં એક માણસે સફેદ રસીદ હાથમાં પકડેલી છે. આ રસીદ એટલી બધી છે કે બધી જ છેક જમીનને અડી જાય છે. આ એજ રસીદ છે જે તે વ્યક્તિને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ તરીકેની છે. 

દંડની રસીદ જોઇને સૌ ચોંક્યા 

આ તસવીર પાછળની વાત વધુ રસપ્રદ છે. રાજાજીનગર પોલીસના સત્તાવાર X એકાઉન્ટમાંથી મળેલી માહિતી અનુસાર તે માણસ પર ટ્રાફિક ઉલ્લંઘનના 100 કેસ પેન્ડિંગ હતા. સ્ક્રીન પર દેખાતી વિગતો દર્શાવે છે કે આમાંથી મોટાભાગના દંડ હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવા બદલ ફટકારવામાં આવ્યા હતા.

ડિસ્કાઉન્ટ પછી પણ ભર્યા 27500 ! 

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 50% ડિસ્કાઉન્ટ પછી પણ તે વ્યક્તિએ ₹27500 નો મોટો દંડ ભરવો પડ્યો. જો રાજ્ય સરકારે આ છૂટ ન આપી હોત, તો તેણે કુલ ₹55000 રૂપિયા ચૂકવવા પડ્યા હોત. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભારે દંડ ભર્યા પછી તે વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાનું અને ભવિષ્યમાં હંમેશા હેલ્મેટ પહેરવાનું વચન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે જેટલો દંડ ભર્યો એટલામાં તો સેકન્ડ હેન્ડ બાઇક આવી જતું.

  • Follow us on: