છત્તીસગઢના લાલ આતંકના ગઢ ગણાતા વિસ્તારોમાં બુધવારે સુરક્ષા દળોએ એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સક્રિય એવા 108 નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડીને વહીવટીતંત્ર સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળના 'નક્સલ-મુક્ત ભારત અભિયાન' માટે આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે.

કરોડોના ઈનામી નક્સલીઓ શરણે

આત્મસમર્પણ કરનારા 108 નક્સલીઓ પર સરકાર દ્વારા 3.95 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આંકડાકીય રીતે જોઈએ તો 22 નક્સલીઓ પર પ્રત્યેક ₹૮ લાખનું ઇનામ હતું. 31 નક્સલીઓ પર પ્રત્યેક ₹5 લાખનું ઇનામ હતું.બાકીના નક્સલીઓ પર ₹1 લાખથી ₹3 લાખ સુધીના વિવિધ ઇનામો જાહેર થયેલા હતા.

જિલ્લાવાર આત્મસમર્પણના આંકડા

આ ઓપરેશનમાં છત્તીસગઢના અનેક સંવેદનશીલ જિલ્લાઓમાંથી નક્સલીઓ મુખ્યધારામાં જોડાયા છે:

બીજાપુર: 37 નક્સલીઓ

દાંતેવાડા: 30 નક્સલીઓ

સુકમા: 18 નક્સલીઓ

બસ્તર: 16 નક્સલીઓ

નારાયણપુર: 4 નક્સલીઓ

કાંકેર: 3 નક્સલીઓ

ઐતિહાસિક માઓવાદી ડમ્પ મળ્યો

આત્મસમર્પણની સાથે જ સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી છે. શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓની બાતમી અને માર્ગદર્શન હેઠળ સુરક્ષા એજન્સીઓએ અત્યાર સુધીનો સૌથી મોટો માઓવાદી ડમ્પ (હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો) શોધી કાઢ્યો છે. આ જથ્થો આજે આયોજિત શરણાગતિ સમારોહ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Lpg Gas Cylinder: દિલ્હી સહિત અનેક શહેરોમાં LPGની ભારે અછત, અનેક રેસ્ટોરન્ટ્સને તાળા મારવાની નોબત