નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.
ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન
બ્રિક્સ સમિટમાં પહોંચ્યા બાદ ચીની વિદેશ મંત્રાલ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બન્ને દેશ વચ્ચે વાતચીત અને સંવાદ વધે, ચીને કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા માગે છે.
અન્વર ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા
મલેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહિમે તેમની દ્વિપક્ષીય વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા. તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. જુઓ મને કેટલા મેસેજ મળી રહ્યા છે.
પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યો
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ બજાર'ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી.
https://twitter.com/DDNewslive/status/2098651312120639955
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગત
શી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.
પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત
પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.
https://twitter.com/ANI/status/2098663905182830871
દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે. 7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.
https://twitter.com/ANI/status/2098660328112529680
અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી.
https://twitter.com/ANI/status/2098650841586844134
મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી.
https://twitter.com/ANI/status/2098642481558745580
ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક
હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.
https://twitter.com/ANI/status/2098636066341491157
રામાફોસાની અદાણી સાથે મુલાકાત
BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
https://twitter.com/ANI/status/2098632629100880282
દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી
દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/2098598228354806001
વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ?
BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે.
https://twitter.com/ANI/status/2098613111251202187
પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાત
ભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા.
https://twitter.com/ANI/status/2098639662512496975
ભારતના સંબંધો પર ચીનનું નિવેદન
ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે.

