પ્રધાનમંત્રી મોદી IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. તેઓએ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. ત્યારબાદ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે પ્રતિભાશાળા યુવાઓના જીવનની નવી યાત્રા છે. વધુમાં કહ્યું કે આ યાત્રા ઉત્સાહ અને ઉમંગથી ભરેલી છે. તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે. તમે માત્ર ડિગ્રી નહી સપના લઇને નીકળી રહ્યા છો.
હું બાબા બાગેશ્વર નથી પણ...
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશ માટે ઘણુ બધુ કરવાનો સમય છે. મને તમામ વિદ્યાર્થીઓ પર ગર્વ છે ઘણા વિદ્યાર્થીઓએ તેમની સિદ્ધિઓ બદલ મેડલ મેળવ્યા છે. હું તમને બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ સિદ્ધિઓ મેળવી તેમા દીકરીઓની સંખ્યા વધારે હોવી જોઇતી હતી. તમારા મનની પાછળ ક્યાંક બીજું કંઈક ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના મનમાં ચોક્કસ વિચારો દોડતા હોય છે. તમારામાંના દરેક ભવિષ્યની દ્રષ્ટિ ધરાવે છે..."
જિંદગી એક પેટર્ન પર નથી ચાલતી- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દરેક પેઢી સાથે તે સમયના પડકારો હોય છે. તે પેઢીનું રાષ્ટ્રીય દાયિત્વ હોય છે. દેશે ગુલામીનો સમય પણ જોયો છે. તેઓની સામે આઝાદી એક માત્ર લક્ષ્ય હતો. તે માટે તેઓ ખૂબ લડ્યા . આજે સ્વતંત્ર ભારતમાં જીવી રહ્યા છીએ તેની પાછળ તે પેઢીનું તપ, ત્યાગ અને બલિદાન છે. આજની દોડમાં પડકારો જુદા છે. જવાબદારીઓ જુદી છે. તમે 30-35 વર્ષમાં જે પણ કરશો તે વિકસિત ભારતની યાત્રાને પ્રજવલ્લિત કરશે. આથી તમારા નિર્ણયનો આધાર એ હોવો જોઇએ કે તેનાથી દેશની કઇ જરૂરિયાત પુરી થશે.
જે લોકો શીખે છે તે સફળ થાય છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક વ્યૂહાત્મક સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. વૈશ્વિક શક્તિ સંતુલન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે, જે મુખ્યત્વે ટેકનોલોજીકલ પ્રગતિની ગતિ દ્વારા પ્રેરિત છે. આગામી 20 કે 30 વર્ષમાં દુનિયા કેવી દેખાશે તે કોઈ ચોક્કસ રીતે કહી શકતું નથી... દુનિયા, ટેકનોલોજી, ઉદ્યોગો અને વ્યવસાયો બધું જ વિકસિત થશે. પરંતુ આ બધાની વચ્ચે, એક વાત યાદ રાખો: જે લોકો શીખતા રહે છે તેઓ સફળ થાય છે."
આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ









