2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે. રાજધાનીની બહાર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય તેવી ઘટના 72 વર્ષમાં આ પહેલીવાર નથી બની; અગાઉ 1971માં ચેન્નાઈ ખાતે સમારોહ યોજીને આ પરંપરા તોડવામાં આવી હતી. 2026નો કાર્યક્રમ ગુજરાતના કેવડિયા ખાતે યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે, જોકે, હવે આ મામલે PIBના ફેક્ટ ચેકમાં આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. 


17મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 1971માં ચેન્નાઈ ખાતે યોજાયો હતો. પરંતુ આ તમામ ખબરો હવે ભ્રામક સાબિત થઈ છે. નોંધનીય છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશના અન્ય ભાગોમાં પણ આ સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગુજરાતમાં યોજાવવાની વાત અંગે PIB એ સ્પષ્ટતા કરી કે આ દાવો તથ્યોથી વિપરીત છે.

pib

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 72મી આવૃત્તિ જેના વિજેતાઓની જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. 'આર્ટિકલ 370' (Article 370) ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અનુક્રમે 'બ્રહ્મયુગમ' (Bramayugam) અને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) માં તેમની ભૂમિકાઓ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવશે.


આ સિવાય વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ 'સ્વતંત્ર્ય વીર સાવરકર' (Swatantrya Veer Savarkar) માટે અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડ્ડાની શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર (પ્રથમ વખત દિગ્દર્શન કરનાર શ્રેષ્ઠ દિગ્દર્શક) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેલુગુ ફિલ્મ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 AD) ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળશે. વધુમાં, અરુણ મથેશ્વરન દ્વારા નિર્દેશિત અને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.


આ પણ વાંચો: પેટને અંદરથી ઠંડુ રાખવામાં કરે છે મદદ, પીઓ આ એક રસ