દેશ આજે તેના 76મા બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને બંને ગૃહોના સાંસદો હાજર રહ્યા હતા.
9 ભાષામાં બંધારણના અનુવાદિત સંસ્કરણોનું વિમોચન કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રસ્તાવના વાંચીને કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણોનું વિમોચન કર્યું.










