પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પરથી સંબોધન કરતી વખતે મોટી જાહેરાત કરી છે. તેમણે સામાન્ય માનવીઓને રાહત આપતી જાહેરાત કરી. અને તે એ છે કે જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે દિવાળીમાં લોકોને બેવડી ભેટ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં અમે GSTમાં મોટો સુધારો કર્યો છે. અમે કર પ્રણાલીને સરળ બનાવી છે. છેલ્લા 8 વર્ષમાં અમે GSTમાં મોટો સુધારો કર્યો છે અને દેશભરમાં કરનો બોજ ઘટાડ્યો છે. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ

ટેક્સમાં થશે ઘટાડો
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે 8 વર્ષ પછી સમયની માંગ એ છે કે તેની સમીક્ષા કરવામાં આવે. આ માટે અમે એક ઉચ્ચ સમીક્ષા સમિતિની રચના કરી અને સમીક્ષા શરૂ કરી છે. અમે રાજ્યો સાથે પણ પરામર્શ કરી રહ્યા છીએ. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. જે દિવાળી પર લોકો માટે સૌથી મોટી ભેટ હશે. સામાન્ય માણસની જરૂરિયાતો પરના કરમાં મોટી માત્રામાં ઘટાડો થશે. આપણા MSME, આપણા નાના ઉદ્યોગોને મોટો ફાયદો મળશે અને રોજિંદા વસ્તુઓ ખૂબ સસ્તી થશે. તેનાથી અર્થતંત્રને પણ એક નવો વેગ મળશે.

સેમિકન્ડક્ટર અંગે પણ મોટી જાહેરાત
પીએમ મોદીએ સેમિકન્ડક્ટરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આજે આપણે તે ભારણમાંથી મુક્ત છીએ અને મિશન મોડમાં સેમિકન્ડક્ટર પર કામ કરી રહ્યા છીએ. 6 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને 4 ને લીલી ઝંડી આપવામાં આવી છે અને આ વર્ષના અંત સુધીમાં, 'મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ' બજારમાં ઉપલબ્ધ થશે. આ ભારતની ટેકનોલોજીકલ શક્તિનો એક નવો યુગ હશે. 
  • Follow us on: