કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેની દિલ્હી પોલીસે શુક્રવારે અટકાયત કરી હતી. તિરંગા માર્ચ પહેલાં દિપકેને તેમના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા કલાકોમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે એટલે કે 17 ઓક્ટોબરે શનિવારે દિલ્હી પોલીસ અભિજીતને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરશે. એક અઠવાડિયામાં દિપકેને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની આ બીજી ઘટના છે.

આ પહેલાં મુંબઈથી દિલ્હી પહોંચ્યા ત્યારે પણ તેમની અટકાયત થઇ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરવાની તેમની યોજના હતી. જ્ઞાનેશ કુમાર પર મતદાર યાદીમાં ગેરરીતિ કરવાના આરોપો લાગ્યા છે.

CJPએ શુક્રવારે દાવો કર્યો હતો કે તિરંગા માર્ચ પહેલાં અભિજીત દિપકેને કસ્ટડીમાં લીધા બાદથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં CJPએ કહ્યું, “અમારો તેમની સાથે સંપર્ક તૂટી ગયો છે. તેમને વકીલો સાથે વાત કરવા દેવામાં આવતા નથી. આ સરકાર યુવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કેમ કરે છે? અમે પણ ભારતના સમાન નાગરિકો છીએ અને બંધારણ દ્વારા મળેલા તમામ અધિકારો તથા સુરક્ષા મેળવવાનો અમને હક છે.”

નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત

AISAનાં પ્રમુખ નેહા બોરાને શુક્રવારે સાંજે કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શનિવારે વહેલી સવારે તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. 12 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ તેમને આરકે પુરમ પોલીસ સ્ટેશનમાંથી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

રાતભર વિદ્યાર્થી સંગઠનોના સભ્યો નેહા બોરાની મુક્તિની માગ કરતા રહ્યા હતા. 29 વર્ષનાં વિદ્યાર્થી નેતા નેહા બોરાને જંતર-મંતર પાસે અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. 

આ અઠવાડિયે દિલ્હી પોલીસે 'કોકરોચ યુથ મૂવમેન્ટ'ના નેતૃત્વ હેઠળ પ્રદર્શન કરી રહેલા લોકોના પ્રયાસો સામે કડક કાર્યવાહી કરી છે.

https://x.com/ANI/status/2111256931470041310?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111256931470041310%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ નેહા બોરાએ ANI સાથે વાત કરતાં કહ્યું, “કાયદો અને વ્યવસ્થા સાથે દરેક રીતે ચેડાં થઈ રહ્યાં છે. સામાન્ય નાગરિકો સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે, જાણે તેઓ કોઈ મોટા ગુનેગાર હોય. દેશમાં લાંબા સમયથી આવું થઈ રહ્યું છે. કયા અધિકાર હેઠળ આને યોગ્ય ઠેરવી શકાય? કયા કાયદા કે આદેશ હેઠળ અટકાયતમાં લેવાયેલા લોકોને આખી રાત બંધ રાખવાનું યોગ્ય ગણાવી શકાય?”

કૂચ યોજવા પાછળનું એક મહત્ત્વનું કારણ CJPના સભ્યો સૌરભ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ પણ હતી. 13 ઓક્ટોબરે જંતર-મંતર પર તિરંગો લઈને પ્રવેશ કરવાના આરોપસર બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.