CJPના સ્થાપક અભિજીત દિપકેએ લોકોને અપીલ કરી છે કે આપણે એકબીજા સામે લડવું ન જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે CJPને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી, ત્યારે ઘણા લોકોએ તરત જ એવી થિયરી ફેલાવવાનું શરૂ કર્યું કે ભાજપે તેમને પોતાના હેતુ માટે ઊભા કર્યા છે.

ગઈકાલે ઇન્ડિયા ગઠબંધને મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ 10 ઓક્ટોબરે જે રીતે પોલીસ કાર્યવાહી જોવા મળી હતી, તેવી કાર્યવાહી આ વખતે જોવા મળી નહોતી. સરકાર આ જ રીતે લોકોને એકબીજાની સામે લડાવે છે. અલગ-અલગ વિરોધ પ્રદર્શનો સાથે અલગ વ્યવહાર કરે છે અને એક જ હેતુ માટે લડી રહેલા લોકો વચ્ચે શંકા અને અવિશ્વાસ પેદા કરે છે.

https://x.com/abhijeet_dipke/status/2109956150011764938?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109956150011764938%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અભિજીત દિપકેએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું, “મારી સૌને એટલી જ અપીલ છે કે આ ચાલને સમજો. આજે તેઓ એક વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી શકે છે અને બીજા પ્રદર્શનને દબાવી શકે છે. આવતીકાલે તેઓ બંનેની ભૂમિકા બદલી શકે છે. તેમનો હેતુ માત્ર એટલો છે કે સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવાને બદલે આપણે એકબીજા પર શંકા કરતા રહીએ અને એમાં જ આપણો સમય બદબાદ થાય.

“કાવતરાની થિયરીઓને લીધે આપણે એકબીજાની સામે ન પડવું જોઇએ. જ્યારે આપણે સાથે ઊભા રહીશું, ત્યારે એકબીજા સામે લડવાની જાળમાં ન ફસાઈએ. આ લડાઈ જ્ઞાનેશ કુમાર અને તેમને બચાવનારાઓ સામે છે. આ વાત ભૂલશો નહીં.”

જ્ઞાનેશ કુમાર સામે અલગ-અલગ મોરચે વિરોધ પ્રદર્શન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે અલગ-અલગ મોરચે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધને તેમની સામે મોરચો ખોલ્યો છે, તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટી પણ વિરોધ પ્રદર્શનો કરી રહી છે.

ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ માર્ચમાં આંદોલનનાં અગ્રણી ચહેરાઓમાંનાં એક નેહા બોરા વિપક્ષી નેતાઓ સાથે જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ સવાલ ઉઠ્યો હતો કે CJPએ પણ વિપક્ષને સાથ આપવો જોઈએ કે નહીં.

આજે CJPનાં પ્રવક્તા મેહર પસરીચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમના કાર્યકરો પણ ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં હાજર હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્ઞાનેશ કુમાર સામે થઈ રહેલાં તમામ વિરોધ પ્રદર્શનોને CJPનું સમર્થન છે.