આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
અકસ્માતથી હડકંપ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો છો. જેમાં આઠ કામદારોના મોત થયા અને અનેક લોકો ઘાયલ છે. આ ઘટના SMS-2 અને STC-3 હીટ યુનિટમાં બની હતી. અહીં પીગળેલા સ્ટીલથી ભરેલી ડોલમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને કારણે પ્લાન્ટમાં ગભરાટ ફેલાયો અને કામદારો પોતાના જીવ બચાવવા ભાગ્યા હતા. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ છે.
Also Read
ભારતની SSBN શક્તિનું દુર્લભ દૃશ્ય મળ્યુ જોવા, Visakhapatnamમાં ચારેય અરિહંત સબમરીન એકસાથે જોવા મળી
VisakhaPatnam News : ડિજિટલ ઈન્ડિયા માટે અદાણીએ આપી ભેટ, વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરના ખર્ચે 1GW ડેટા સેન્ટરનું થશે નિર્માણ
Visakhapatnam બનશે દેશનું પ્રથમ AI ડેટા સિટી, દરિયાકાંઠાનું સ્થાન ટેકનોલોજીને આપશે પ્રોત્સાહન
પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ
SMS-2 અને STC-3 હીટ સુવિધાઓમાં આ ઘટના બની હતી. આ ઘટનાને કારણે પ્લાન્ટ પરિસરમાં ગભરાટ ફેલાયો અને કામદારો પોતાના જીવ બચાવવા દોડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં, સ્ટીલ પ્લાન્ટના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ સર્કલ ઇન્સ્પેક્ટર કેશવ રાવના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Strait Of Hormuzના કિલ્લા તરીકે ઓળખાતા Qeshm Islandએ ડોનાલ્ડ ટ્રમ્પનું ખેંચ્યુ ધ્યાન, જાણો શુ છે કારણ?










