પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને બદલાની ભાવનાનો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો. તાજેતરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હાવડા જિલ્લામાંથી સામે આવી છે.જ્યાં ટીએમસીના એક સ્થાનિક અને કદ્દાવર નેતા સંન્યાસી મન્નાને ઉગ્ર ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.સ્થાનિક લોકોએ ન ફક્ત કાયદો હાથમાં લીધો,પણ ટીએમસી નેતાને એવી તાલિબાની સજા આપી,જેણે આખા રાજ્યના પ્રશાસનિક અધિકારીઓને દોડતા કરી દીધા.ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીની સત્તા જતાં જ ટીએમસી નેતાઓ પર આફત આવી ગઈ છે.ધારાસભ્યોના બળવા બાદ પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ જનતાના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા

હાવડાના એક વિસ્તારમાં રવિવાર મોડી સાંજે ભારે સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે ટીએમસીના નેતા સંન્યાસી મન્નાને ચારે તરફથી ઘેરી લીધા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોકોનો ગુસ્સો એટલો વધારે હતો કે તેણે નેતાની એક વાત ન સાંભળી. ભીડે સંન્યાસી મન્નાને સૌથી પહેલા દોરડાથી બાંધી દીધા, જેથી તેઓ ભાગી ન શકે. ત્યાર બાદ તેમની સાથે એવું અમાનવીય વર્તન કર્યું, કે તેનો વીડિયો તાત્કાલિક વાયરલ થઈ ગયો.


ટીએમસી નેતાને  ચપ્પલની માળા પહેરાવી
ઉગ્ર સ્થાનિક લોકોએ ટીએમસી નેતા સંન્યાસી મન્નાને સબક શિખવાડવા માટે ખૂબ જ અપમાનજનક રીત અપનાવી. ભીડમાં સામેલ અમુક યુવકોએ બળજબરી તેમના માથાના વાળ કાપી નાખ્યા અને તેમની ગંદી હેરસ્ટાઈલ કરી નાખી.જૂતાની માળા પહેરાવી: એટલું જ નહીં, મહિલાઓ અને પુરુષોની આ ભીડે ટીએમસી નેતાના ગળામાં જૂતા અને ફાટેલા ચપ્પલની એક માળા પહેરાવી દીધી.

લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા

દોરડાથી બાંધેલા અને જૂતાની માળા પહેરાવી સંન્યાસી મુન્નાને સ્થાનિક લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા અને ટીએમસી વિરુદ્ધ ભારે નારેબાજી કરી. સ્થાનિક લોકોનો આરોપ છે કે સત્તામાં રહેતા આ નેતાઓએ જનતાને ખૂબ હેરાન કરી હતી અને કરોડો રુપિયાની લૂંટ કરી હતી.



  • Follow us on: