DRDOના અધ્યક્ષ સમીર વી.કામતે તાજેતરમાં જણાવ્યું છે કે અગ્નિ-6 મિસાઈલના વિકાસ અંગેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પણ સરકાર તરફથી મંજૂરી મળશે તો DRDO આ પ્રોજેક્ટ માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતની વ્યૂહાત્મક શક્તિ વધારવા માટે અગ્નિ-6 પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ તેજ બની છે.
Agni-5નું વધુ શક્તિશાળી વર્ઝન હશે
અગ્નિ-6 ભારતની આગામી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) હશે, જે 10,000 કિલોમીટરથી વધુ અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવશે. અગ્નિ-6 DRDO દ્વારા વિકસાવવામાં આવી રહેલી સૌથી આધુનિક અને લાંબા અંતરની મિસાઇલ ગણાશે. તે Agni-5નું વધુ શક્તિશાળી વર્ઝન હશે. આ મિસાઇલમાં MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) ટેક્નોલોજી હશે.
