20 જૂનનો દિવસ દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો રિલિઝ કર્યો છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2068298459988582803
દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં પૈસા જમા થયા
સરકારી માહિતી મુજબ આ હપ્તા હેઠળ દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પગલાથી ખેડૂતોને સીધી આર્થિક સહાય મળી છે, જે તેમના કૃષિ કાર્ય અને રોજિંદા ખર્ચમાં મદદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે યોજાયેલા ‘પશ્ચિમ બંગ દિવસ’ સમારોહમાં હાજર રહ્યા હતા, જે કોલકાતાથી લગભગ 62 કિમી દૂર છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અનેક કેન્દ્ર સરકારની યોજનાઓનો શુભારંભ કર્યો અને વિકાસ પ્રોજેક્ટ્સની શિલાન્યાસ પણ કરી.
2019માં યોજના શરૂ કરાઈ હતી
PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ની ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. હાલ સુધીમાં આ યોજનાની 23 હપ્તા સફળતાપૂર્વક જાહેર કરવામાં આવી ચૂક્યા છે, જેના કારણે લાખો ખેડૂતોને નિયમિત આર્થિક સહાય મળી રહી છે અને તેમની કૃષિ પ્રવૃત્તિઓને મજબૂતી મળી રહી છે.
આ પણ વાંચો : PM Modi In West Bengal: બંગાળ બંધનોમાંથી મુક્ત થઈ ગયું, PMનો TMC-ડાબેરીઓ પર પ્રહાર