અમદાવાદ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ જેના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં એન્જિન કે એરક્રાફ્ટમાં કોઇ ખામી ન હોવાનું એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કૈમ્પબૈલ વિલ્સને જણાવ્યું. તેમણે કહ્યું કે ગયા મહિને અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIBના પ્રારંભિક અહેવાલમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ છે. પ્રારંભિક અહેવાલમાં વિમાન કે એન્જિનમાં કોઈ યાંત્રિક કે જાળવણી સંબંધિત સમસ્યા જોવા મળી નથી. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ ફરજિયાત જાળવણી કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
પાયલટે તમામ ટેસ્ટ પાસ કર્યા હતા- વિલ્સન
પાયલટોએ ટેકઓફ પહેલા તમામ ટેસ્ટ પાસ કર્યા હતા જે જરૂરી હોય છે. તેમણે એર ઇન્ડિયાના કર્મચારીઓને સ્પષ્ટ કહ્યું કે ફ્યુઅલની ગુણવત્તા અને ટેક ઑફ રોલમાં કોઇ અસામાન્યતા ન હતી. પાયલટોને ટેક ઓફ પહેલા જરૂરી બ્રેથ એનલાઇઝર પરીક્ષણ પાસ કરી લીધુ હતું. તેમના મેડિકલ ચેકઅપ દરમિયાન પણ કોઇ ચિંતાજનક બાબત સામે આવી ન હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે AAIBએ પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો હતો. બોઇંગ 787-8 પ્લેન દૂર્ઘટના ગ્રસ્ત થયુ હતું. 12 જૂને આ ઘટના બની હતી જેમાં 1ને છોડીને પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન ગૈટવિક જઇ રહેલી ફ્લાઇ એઆઇ 171 ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હતું.
નિષ્કર્ષ પર પહોંચવામાં ઉતાવળ ન કરો-વિલ્સન
વિલ્સને લોકોને અપીલ કરી કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી તેથી કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચો. તેમણે કહ્યું, 'અમે તપાસકર્તાઓને સહકાર આપવાનું ચાલુ રાખીશું જેથી ખાતરી કરી શકાય કે તેમની પાસે સંપૂર્ણ અને વ્યાપક તપાસ કરવા માટે જરૂરી બધું છે.
તપાસ હજી ચાલુ છે- વિલ્સન
વધુમાં વિલ્સને જણાવ્યું કે અત્યંત સાવધાની રાખીને અને નિયમનકારી DGCA ની દેખરેખ હેઠળ, અમારા કાફલામાં દરેક બોઇંગ 787 વિમાનની અકસ્માતના થોડા દિવસોમાં તપાસ કરવામાં આવી હતી અને તે બધા સેવા માટે યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે અમે બધી જરૂરી તપાસ ચાલુ રાખી રહ્યા છીએ. અમે અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલી કોઈપણ નવી તપાસ પણ ચાલુ રાખીશું.










