અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એરલાઇન્સ કંપનીઓ સતર્ક થઇ ગઇ છે. એર ક્રાફ્ટની તપાસને લઇને વધુ ગંભીર થઇ ગઇ છે ત્યારે હવે એર ઇન્ડિયામાં રહેલા તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 એર ક્રાફ્ટની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની લોકિંગ સિસ્ટમની તપાસ પુરી કરી લીધી છે. તેમણે કહ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઇ પ્રકારની ખામી મળી નથી. મહત્વનું છે કે DGCAએ સુરક્ષાને ધ્યાને રાખીને તપાસના નિર્દેશ આપ્યા હતા જે મુજબ એરલાઇન્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ સાથે જ એર ઇન્ડિયાએ શું કહ્યું તે વિશે જાણીએ.

શું કહે છે એર ઇન્ડિયા ? 

એર ઇન્ડિયાએ કહ્યું કે એર ઇન્ડિયાએ પોતાના તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનની ફ્યુઅલ સ્વિચની લોકિંગ સિસ્ટમની તપાસ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોઇ ખામી મળી નથી. આ નિરીક્ષણ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ કરવામાં આવ્યું હતં જેમાં પ્લેનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદ અકસ્માત અને 14 જુલાઈના રોજ જાહેર કરાયેલ DGCA ના નિર્દેશ પછી, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તાત્કાલિક નિરીક્ષણ શરૂ કર્યું હતું. આ નિરીક્ષણો 12 જુલાઈના રોજ શરૂ થયા હતા અને નિયમનકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યા હતા.


પ્રાથમિક તપાસ રિપોર્ટમાં શું ?
એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે વિમાનના એન્જિન ટેકઓફ પછી થોડીક સેકન્ડોમાં બંધ થઈ ગયા હતા કારણ કે ઇંધણ પુરવઠો ખોવાઈ ગયો હતો, જે ફ્યુઅલ સ્વિચ અચાનક 'રન' થી 'કટઓફ' તરફ જવાને કારણે થયું હતું. આનાથી એન્જિન ફ્યુઅલ કટ-ઓફ સ્વીચની કામગીરી અંગે ફરીથી ચિંતાઓ ઉભી થઈ છે.
કંપનીએ એમ પણ કહ્યું કે જે બોઇંગ 737 વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યુ તે એર ઇન્ડિયા એક્સપ્રેસનો ભાગ છે. હવે નિરીક્ષણ પૂર્ણ થયાની સાથે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તેની જાણ ડીજીસીએને કરી દીધી છે. સુરક્ષા નિર્દેશોનું પાલન કર્યુ છે. હવે એર ઇન્ડિયાની સાથે સાથે વૈશ્વિક સ્તરની મોટી એરલાઇન્સ જેની એમિરેટ્સ સહિતના એર લાઇન્સ પોતાના બોઇંગ વિમાનની તપાસ કરી રહી છે. 
  • Follow us on: