પંજાબના પઠાણકોટના નંગલપુર વિસ્તારમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારબાદ હડકંપ મચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આ લેન્ડિંગમાં કોઈ પણ પ્રકારના હુમલા કે નુકસાનની વાત સામે આવી નથી. આ ઈમરજન્સી લેન્ડિંગ વિશે વાત કરતા તેના પર જાણકારી આપવા માટે કોઈ પણ અધિકારી તૈયાર નથી. પઠાણકોટના અપાચે હેલિકોપ્ટરે ઉડાણ ભરી હતી અને હેલ્ડ ગામમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.


પઠાણકોટ પાસે આવેલુ હેલ્ડ ગામ નંગલપુર પોલીસ સ્ટેશનની અંડરમાં આવે છે. આ જગ્યાએ શુક્રવારે સવારે 11 વાગ્યે એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. મેદાનમાં હેલિકોપ્ટર ઉતારવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. 

ઈમરજન્સી લેન્ડિંગ કેમ કરવામાં આવ્યું?

12મી જૂને ગુજરાતના અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં થયેલી જાનહાનીમાંથી લોકો હજી બહાર નીકળી શક્યા નથી અને હવે આ ઈમરજન્સી લેન્ડિંગને જોતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘટના સ્થળ પર પહોંચેલી નંગલપુર પોલીસે તમામ એરિયાને કવર કરી લીધો છે. હજી એ વાત સામે આવી નથી કે એરફોર્સના અપાચે હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કેમ કરવામાં આવ્યું અને તેની પાછળ શું કારણ છે. તેની પૃષ્ટિ હજી સુધી કોઈ અધિકારીએ પણ કરી નથી. 


  • Follow us on: