એર ઈન્ડિયાની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ સતત ચર્ચમાં છે. ક્યારેક કોઈ પક્ષી અથડાય તો ઈમરજન્સી લેન્ડિંગ તો બીજી તરફ કોઈ ખામી સર્જાય તો, ત્યારે ફરી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI114ને બોમ્બ હોવાની ધમકી મળી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી


એર ઈન્ડિયાને મળી બોબ્મથી ઉડાવવાની ધમકી

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, 21 જૂને વિમાન બર્મિંગહામથી દિલ્હી આવી રહ્યું હતું. ધમકીની જાણ થતાં જ રિયાધમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને સુરક્ષા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એર ઈન્ડિયાએ માંગી મુસાફરોની માફી

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટના ટોઇલેટ પાસે એક કાગળ મળી આવ્યો હતો જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઇટ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 હતી. ફ્લાઇટ આજે સવારે લગભગ 11 વાગ્યે દિલ્હીમાં ઉતરવાની હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના વિમાનોની સુરક્ષા અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સિવાય તેને સતત બોમ્બ ધમકીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો પહેલા જયપુર એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.


  • Follow us on: