એરઇન્ડિયાનુ વિમાન અમદાવાદમાં ક્રેશ થયુ. જે બાદ ફ્લાઇટને લઇને અનેક એવા સમાચારો સામે આવી રહ્યા છે કે એમ થાય કે પ્લેનમાં બેસવુ કે નહી. ક્યાંક પ્લેનમાં ટેક્નિકલ ખામી તો ક્યાંક પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીઓ મળે છે. ત્યારે એર ઇન્ડિયાની હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવી છે. તેનું કારણ છે ટેક્નિકલ ખામી. આ પ્લેન હોંગકોંગથી દિલ્હી આવી રહ્યું હતું ત્યારે પ્લેનમાં કંઇક ટેક્નિકલ ખામી હોવાની આશંકા ગઇ. પરિણામે પ્લેનને અધવચ્ચેથી જ પરત મોકલી દેવાયુ છે.

બોઇંગ ડ્રીમલાઇનરનું પ્લેન ! 
મળતી માહિતી મુજબ આ પ્લેન બોઇંગ ડ્રીમલાઇનર 787-8 હતું. એરઇન્ડિયાની AI315 હાલ પરત ફરી છે. હોંગકોંગથી આ પ્લેન દિલ્હી આવી રહ્યું હતું. આ પ્લેનમાં કંઇક ટેક્નિકલ એરર હોવાની શંકા ગઇ પરિણામે સાવચેતીના ધોરણે પ્લેનને પરત મોકલી દેવાયું છે.

Lufthansa Airlineની ફ્લાઇટ પરત ફરી 

બોઇંગ ડ્રામલાઇનર 787-9માં ફ્રેકફર્ટથી હૈદરાબાદ આવેલી ફ્લાઇટને ફરીથી જર્મની પરત ફરવુ પડ્યુ છે. ફ્લાઇટને હૈદરાબાદથી રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ફ્લાઇટ ઘણા સમય સુધી આકાશમાં ચક્કર મારતી રહી અને અંતે જર્મની પરત ફરી છે. મોડી રાત્રે ફ્લાઇટ પરત ફ્રેંકફર્ટ એરપોર્ટ લેન્ડ થઇ, જ્યારે આ ફ્લાઇટને આજે સવારે હૈદરાબાદમાં લેન્ડિંગ કરવાનુ હતુ. જો કે હૈદરાબાદમાં ઉતરવાની પરવાનગી ન મળતા ફ્લાઇટ પરત ફરી શા કારણે ફ્લાઇટને આ રીતે અટકાવવી પડી તે અંગે સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે ફ્લાઇટને બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આથી આ ફ્લાઇટને નીચે ઉતરવાની પરવાનગી આપવામાં ન આવી.મળતી માહિતી મુજબ લુફ્થાન્સા એરલાઇનની ફ્લાઇટ LH752 ફ્રેંકફર્ટ એરપોર્ટથી ભારતીય સમય અનુસાર બપોરે 2.15 કલાકે ફ્રેંકફર્ટ એરપોર્ટ માટે રવાના થઇ હતી. આજે સવારે 6 કલાકે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટને ઉતરવાનું હતુ ફ્લાઇટને રસ્તામાંથી જ પાછી વાળી દેવી પડી હતી.


અમદાવાદમાં પ્લેન દુર્ઘટના 
મહત્વનું છે કે અમદાવાદ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થઇ ગયુ હતું જે બાદ એરઇન્ડિયા પ્રત્યે લોકોમાં રોષ વધી ગયો છે. એરલાઇન્સ મેન્ટેનન્સ અને પાયલટ ટ્રેનિંગ પ્રક્રિયાઓમાં કથિત ખામીઓને લઇને નિરાશા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ સુરક્ષા પ્રોટોકોલમાં સંપૂર્ણ બદલાવ લાવવાની તથા મેનેજમેન્ટ તરફથી યોગ્ય જવાબની માગ કરી છે. આ ઘટનાને લઇને હાઇ લેવલ પેનલની રચના કરવામાં આવી છે. જેમાં DGCA, AAIBના મોટા અધિકારીઓ અને વિમાન સુરક્ષા વિશેષજ્ઞો ધરાવતી તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્લેનમાં 242 લોકો હતા જેમાંથી 1જ મુસાફર જીવિત બચ્યો છે. 




  • Follow us on: