બોલિવૂડ અભિનેતા અજય દેવગન 'દ્રશ્યમ 3'ની બોક્સ ઓફિસ સફળતા બાદ ચર્ચામાં આવ્યા છે. જોકે, હવે તેઓ ગંભીર કાયદાકીય અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા આ સુપરસ્ટારના બંગલા પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈને મિલકતના અમુક ભાગોને તોડી પાડવામાં આવ્યા છે.
કેમ તોડી પાડવામાં આવ્યું બાંધકામ ?
એવો આરોપ છે કે, જરૂરી મંજૂરીઓ લીધા વિના જ આ જગ્યાએ બાંધકામ અને ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ પણ કામ અટકાવવા માટે નોટિસ આપી હતી; આ તોડફોડની કાર્યવાહી તે 'કામ અટકાવવા' અંગેની નોટિસ આપ્યાના થોડા દિવસોમાં જ હાથ ધરવામાં આવી છે.
https://x.com/ANI/status/2111344775572197630?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111344775572197630%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
જુહૂ સ્થિત બંગલો તોડી પડાયો
અજય દેવગણનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી 'કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી'માં સ્થિત છે. અહેવાલો અનુસાર, આ બંગલો આશરે 7802 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બંગલાની અંદર વિવિધ ફેરફારો કરવામાં આવી રહ્યા હતા, જેમાં આંતરિક ફેરફારો, પાર્ટીશન દીવાલોનું નિર્માણ, બારીઓમાં ફેરફાર અને અન્ય બાંધકામ કામગીરીનો સમાવેશ થાય છે. બીએમસી (BMC) નું કહેવું છે કે આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હતી.
નોટિસ મળ્યા છતાં બાંધકામ ચાલુ રહ્યું
અહેવાલો મુજબ, બીએમસીએ 10 સપ્ટેમ્બરના રોજ 'મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ'ની કલમ 354-એ હેઠળ એક ઔપચારિક નોટિસ જારી કરી હતી, જેમાં બાંધકામનું કામ તાત્કાલિક અટકાવવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોપ છે કે નોટિસ જારી થયા પછી પણ કામ અટક્યું નહીં. ત્યારબાદ, અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કથિત રીતે મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામના ભાગોને દૂર કરવાની કાર્યવાહી કરી. 17 ઓક્ટોબરના રોજ, અધિકારીઓ હથોડાનો ઉપયોગ કરીને બાંધકામના અમુક ભાગોને તોડી પાડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર