મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હોવાના સમાચારથી ભારે હોબાળો મચી ગયો છે. પ્રારંભિક માહિતી અનુસાર, તેમનું ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
અજિત પવારનું નિધન -PTI સૂત્ર
આ દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું છે. તેમનો પરિવાર દુર્ઘટના સ્થળે બારામતી જવા રવાના થયો છે. અજિત પવાર, અન્ય બે યાત્રી, બે ક્રૂ મેમ્બરના મોત થયા છે. વિમાનમાં સવાર 5 લોકોના મોત થયા છે. PTIના સૂત્રોના જણાવ્યાનુસાર અજિત પવારનુ નિધન થયું છે.
અકસ્માત કેવી રીતે થયો?
વિમાનમાં કુલ છ લોકો સવાર હતા. ઓછી દૃશ્યતાને કારણે આ અકસ્માત થયો. અકસ્માત ભયાનક હતો. દુર્ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી ખાસ ફ્લાઇટમાં ગયા હતા. જિલ્લા પરિષદની ચૂંટણી માટે ત્યાં પ્રચાર રેલીઓ યોજાઈ રહી હતી. અજિત પવાર સાથે તેમના સુરક્ષા કર્મચારીઓ અને સહાયકો વિમાનમાં હતા. અજિત પવારના ઘણા કાર્યકરો અને નજીકના સાથીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.









