સંસદમાં વિપક્ષ દ્વારા અમિત શાહ જવાબ આપે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે તેઓએ સદનમાં હોબાળો કર્યો અને સંસદ પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ મામલે સરકાર કહી ચૂકી છે કે તે વાત કરવા તૈયાર છે. વિપક્ષના દરેક જવાબ આપવા તૈયાર છે પરંતુ વિપક્ષ ભાગે નહીં, સાંભળે. આ મામલે 11 ઓગ્ષટે એનડીએ સાંસદો દ્વારા અમિત શાહ જવાબ આપશે રાહુલ ગાંધી ભાગે નહીં તેવા બેનરો સાથે માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારે હવે આ જે અમિત શાહે સ્પષ્ટ કર્યુ છે કે જેટલો સમય જોઇએ તેટલો ફાળવો જવાબ આપવા તૈયાર છીએ.
સંસદમાં ચર્ચા માટે સહમતિ બનાવો- અમિત શાહ
આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે કે વિપક્ષ સાથે વાત કરો અને ચર્ચા કરવા માટે સહમતિ બનાવે. લોકતંત્રમાં ચર્ચા અને સંવાદથી જ સમાધાન શક્ય છે. પત્રમાં એમ પણ લખ્યું છે કે સમય નક્કી કરો..અને કલાકો ફાળવો. તે નક્કી સમયે હાજર રહીને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ. વિદ્યાર્થી આંદોલન અંગે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ સાથે વાત કરીને સમય નક્કી કરો.
