2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય પક્ષની આજે બેઠક યોજાવાની છે. આ બેઠક દરમિયાન, રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેવા માટે કોલકાતા પહોંચી ગયા છે. આજે સાંજે 4 વાગ્યે બંગાળમાં ધારાસભ્ય પક્ષની બેઠક મળશે.
બંગાળનો આભાર- અમિત શાહ
ત્યારે અમિતશાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રત્યેનો ઉત્સાહ જોઇને તેઓનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ જનતાનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. તેમણે લખ્યું કે હું બંગાળના લોકોનો ભાજપ પ્રત્યે અપાર પ્રેમ, વિશ્વાસ અને સમર્થન માટે આભાર માનું છું. આ સાથે જ તેમણે વીડિયો અને તસવીરો શેર કરી જેમાં લોકો ભાજપા ઝંડા લઇને અમિત શાહને આવકારતા જોવા મળી રહ્યા છે.
https://twitter.com/AmitShah/status/2052656518533910773
સાંજે 4 વાગે યોજાશે બેઠક
પશ્ચિમ બંગાળમાં આજે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આ મહત્વપૂર્ણ બેઠકમાં અનુક્રમે નિરીક્ષક અને સહ-નિરીક્ષક તરીકે હાજર રહેશે.
https://twitter.com/AmitShah/status/2052643707401482668
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક કોલકાતાના બિસ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે 4:00 વાગ્યે યોજાવાની છે. આ બેઠક દરમિયાન જ વિધાનસભા પક્ષના નેતા - જે પછીથી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે - ની પસંદગી કરવામાં આવશે.
https://twitter.com/AmitShah/status/2052638163613696273
કાલે પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ
રાજ્ય ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ બુધવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોલકાતાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 10:00 વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી અપેક્ષા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન, NDA અને BJPના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપશે. બે ડઝન મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !