કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં અનેક વિષયો પર ખુલીને વાત કરી છે. તેમમે 130માં સંવિધાન સંશોધન બિલ, જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખરનું રાજીનામું અને RSS સાથેના તેમના જોડાણ પર ખુલીને વાત કરી.
130માં સુધારા બિલ અંગે શું કહ્યું?
અમિત શાહે 130મા સુધારા બિલ પર કહ્યું કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું, ત્યારે બંધારણના ઘડવૈયાઓએ આવી બેશરમીની કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ મુખ્યમંત્રી જેલમાં જશે અને જેલમાંથી મુખ્યમંત્રી રહેશે. કોર્ટ કાયદાની ગંભીરતાને પણ સમજે છે. જ્યારે કોઈને 30 દિવસ પછી રાજીનામું આપવું પડે છે, ત્યારે તે પહેલાં કોર્ટ નક્કી કરે છે કે તેને જામીન મળવા જોઈએ કે નહીં.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી પોતાની વિરુદ્ધ બંધારણીય સુધારો લાવ્યા છે કે જો વડા પ્રધાન જેલમાં જાય છે, તો તેમણે પણ રાજીનામું આપવું પડશે.
RSS અંગે શું બોલ્યા જગદીપ ધનખડ ?
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીને RSS સાથે જોડવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન RSS સાથે જોડાયેલા છે, હું પણ RSS સાથે જોડાયેલો છું. શું દેશે અમને એટલા માટે પસંદ કર્યા છે કારણ કે અમે RSS માંથી છીએ? શું RSS સાથે જોડાણ રાખવું એ માઈનસ પોઈન્ટ છે? અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, મોદીજી પણ RSS સાથે જોડાયેલા છે.
અમિત શાહે જગદીપ ધનખરના રાજીનામાનું કારણ સમજાવ્યું
જગદીપ ધનખડના રાજીનામા અંગે અમિત શાહે કહ્યું કે રાઇનો પહાડ ન બનવો જોઈએ. તેઓ બંધારણીય પદ સંભાળી રહ્યા હતા. તેમણે પોતાની વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યાને કારણે રાજીનામું આપ્યું છે, તેઓ સારું કામ કરી રહ્યા હતા. દેશમાં ઘણી સકારાત્મક વાર્તાઓ છે, આવા સમાચારોની પાછળ હંમેશા ન રહેવું જોઈએ.










