તેલંગાણા ભાજપે "લોકશાહી બચાવો, અરાજકતા દૂર કરો" કૂચ માટે હૈદરાબાદ પહોંચતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યુ છે.   આ કૂચ નિઝામ કોલેજથી શરૂ થશે અને નામપલ્લીના એમજે માર્કેટ સુધી ચાલશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 

તેલંગણામાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકીશું  

હૈદરાબાદમાં એક સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાંથી કોંગ્રેસને બહાર કાઢવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું કોંગ્રેસની વોટ બચાવો નહીં, ઘૂસણખોર બચાવો રેલી હતી.  દિલ્હીની રેલી ઘૂસણખોર બચાવો રેલી હતી.  પરંતુ બીજેપી ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢી નાંખશે. 3 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે. વોટ લિસ્ટથી 1 કરોડ ડુપ્લીકેટ વોટર હટાવાયા..

ઘૂસણખોરો કોંગ્રેસની વોટ બેંક- અમિત શાહ 

ઘૂસણખોરો કોંગ્રેસની વોટ બેંક છે. 13 કરોડ વોટ કાપ્યા તે વાત ખોટી છે. હવે દેશનો નાગરિક જ વોટ નાંખી શકશે.  2019માં મોદીજી જીત્યા તો sir થયું હતું  ?  એક એક ઘૂસણખોરોને મતદાર સૂચિમાંથી હટાવીશું. 1 કરોડ લોકોની ડબલ એન્ટ્રી હતી. 

રાહુલ ગાંધી સંસદ ચલાવવા નથી દેતા- અમિત શાહ 

અમે સંસદનું વિશેષ સત્ર બોલાવા તૈયાર છીએ. રાહુલ સંસદ ચાલવા જ નથી દેતા.  ઘૂસણખોરોને બચાવવામાં લાગ્યા છે.  રાહુલ ગાંધી સંવિધાનનું સન્માન નથી કરતા. કોંગ્રેસ ધીરે ધીરે સમાપ્ત થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી અત્યારે વેન્ટિલેટર પર છે. 

https://x.com/ANI/status/2117217927711928336?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117217927711928336%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢીશું-અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે કોંગ્રેસ પાર્ટી બોગસ મતદાન દ્વારા ચૂંટણીઓ કબજે કરવા માંગે છે. જો એક વ્યક્તિ પાસે બે મત હોય, તો શું તેમાંથી એક રદ કરવો જોઈએ કે નહીં? હવે આપણે 'રાહુલ બાબા'ના પેટના દુ:ખે છે તેની પર વાત કરીએ તો,  ત્રણ કરોડ મત એવા છે કે જે લોકો સાથે તેઓ જોડાયેલા છે તેમનું અસ્તિત્વ પણ નથી. આ બાંગ્લાદેશી ઘુસણખોરો છે."

https://x.com/ANI/status/2117216815671820511?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117216815671820511%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મોદીજી જીત્યા, ત્યારે SIR હતું ? 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહે છે રાહુલ જી, તમે ગમે તેટલા પ્રયત્નો કરો; અમે ખાતરી કરીશું કે દરેક ઘુસણખોરનું નામ મતદાર યાદીમાંથી દૂર થાય. તેઓ કહે છે કે અમે ફક્ત SIR ને કારણે જીત્યા. હું રાહુલ જી ને પૂછવા માંગુ છું કે 2014 માં, મોદીજી જીત્યા. ત્યારે કોઈ SIR નહોતું, ને? તો, શું મોદીજી SIR ને કારણે જીત્યા? તેઓ લોકોના મતોને કારણે જીત્યા. મોદીજી 2019 માં પણ જીત્યા. ત્યારે કોઈ SIR નહતું.. 2024 પછી, અમે હરિયાણામાં સૌથી મોટી બહુમતી સાથે જીત્યા."


https://x.com/ANI/status/2117220812948488689?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117220812948488689%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=