આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર કુર્નૂલમાં 40 મુસાફરો ભરેલ એક બસમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. મુસાફરો ભરેલ વોલ્વો બસ હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે કુર્નૂલ પાસે એક બાઈક સાથે ટક્કર થતા મોટો અકસ્માત સર્જાયો. આગ એટલી ભીષણ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. પ્રાપ્ત થયેલ સમાચાર મુજબ આ દુર્ઘટનામાં સવારે 11ના મોતની પુષ્ટી થઈ હતી અને અત્યારે 10.30 વાગ્યે મૃત્યુ આંક વધીને 20 પર પહોંચ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
40 મુસાફરો ભરેલ બસમાં લાગી ભીષણ આગ
કુર્નૂલમાં બસમાં આગ લાગવાના આ દુ:ખદ અકસ્માતમાં બસની અંદર 40 મુસાફરો સવાર હતા. અને તેમાંથી 11ના મોત થયા જયારે કેટલાક લોકો ગંભીર ઇજા પંહોચી છે. મોતનો આંકડો વધી શકે તેવી સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા પછી આ લોકો બસમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને જીવતા બળી ગયા હતા. આ અકસ્માત બેંગલુરુ-હૈદરાબાદ NH 4 પર ચિન્થે પાર્ક નજીક થયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ ડોક્ટર સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ.
આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો
પોલીસ અધિક્ષક વિક્રાંત પાટીલે અકસ્માતને લઈને જણાવ્યું કે "સવારે 3 વાગ્યે, કાવેરી ટ્રાવેલ્સની એક એર-કન્ડિશન્ડ વોલ્વો બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી. બસ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ, આ ટુ-વ્હીલર બસ નીચે ફસાઈ ગયું અને તેના કારણે સ્પાર્ક થયો હશે અને આગ લાગી હોઈ શકે તેવું અમને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો અને ઉતાવળમાં બસની બહાર ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે કેટલાક લોકો અંદર ફસાઈ ગયા. તેમણે ઉમેર્યું કે મુસાફરોની યાદી મુજબ, બસમાં બે ડ્રાઇવર સહિત 40 લોકો સવાર હતા. 15લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સહાયની કરી જાહેરાત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આગ દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સરકાર તરફથી પીડિતોના પરીવારની શક્ય તેટલી સહાય કરવાની ખાતરી આપી. નાયડુએ ટ્વિટર પર લખ્યું, "કુર્નૂલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામ નજીક થયેલી વિનાશક બસ આગ દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે." "મારા સંવેદના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. સરકારી અધિકારીઓ ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે