ઇમારત પાસે કરિયાણાની દુકાનમાં ખરીદી કરતા લોકો અને ઇમારત નીચે કામ કરતા શ્રમિકો ફસાયા હતા.

ડોગ સ્ક્વોડ ટીમોએ જવાબદારી સંભાળી

ત્રણ JCBની મદદથી 250થી વધુ સૈનિકો બચાવ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી ત્રણના મૃત્યુની પુષ્ટિ થઈ છે. બાકીના ચારની સારવાર ચાલી રહી છે. રવિવાર સવારથી, ભિલાઈ અને વારાણસીથી NDRF ડોગ સ્ક્વોડ ટીમોએ જવાબદારી સંભાળી લીધી છે. કાટમાળ નીચે દટાયેલા સંભવિત પીડિતોને શોધવા માટે શ્વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બચાવ કામગીરી શરુ

બચાવ ટીમના કેપ્ટન પવન સાહુના જણાવ્યા અનુસાર, કાટમાળ ખૂબ મોટો છે અને નજીકમાં ખોદવામાં આવેલ ઊંડો ખાડો શોધમાં પડકારો ઉભા કરી રહ્યો છે. વહીવટીતંત્ર ત્રણ પોક્લેન મશીનો વડે કાટમાળ દૂર કરી રહ્યું છે અને અંદર ઊંડા દટાયેલા કોઈપણને શોધવા માટે ડોગ સ્ક્વોડ તૈનાત કરી રહ્યું છે.

શું છે મામલો ?

1. અનુપપુરના કોટમામાં ત્રણ માળની અગ્રવાલ લોજ ઇમારત ધરાશાયી થઈ હતી.

2. શનિવારે સાંજે 5:36 વાગ્યે ત્રણ માળની ઇમારત અચાનક તૂટી પડી, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

3. પહેલો મૃતદેહ રાત્રે 8:35 વાગ્યે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

4. બીજા મૃતક, 40 વર્ષીય રામકૃપાલ યાદવનો મૃતદેહ રાત્રે 11:23 વાગ્યે મળી આવ્યો હતો.

5. રવિવારે સવારે 11-15 કલાકે અજાણી મહિલાનો મૃતદેહ કાટમાળમાંથી કઢાયો હતો. જેની ઓળખ બાકી છે.

6. ભિલાઈ અને વારાણસીની NDRF ટીમો ડોગ સ્ક્વોડ સાથે શોધખોળ કરી રહી છે.

7. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.

8. વારાણસી, ભીલાઈ, જબલપુરની NDRF ટીમો અને SDRF 23 કલાકથી તૈનાત છે.

9. લોજ માલિક અને જમીનમાલિક સામે FIR દાખલ કરવામાં આવી છે.

10. મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને ₹૯ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અકસ્માત કેવી રીતે થયો?

પ્રત્યક્ષદર્શીઓ અને પ્રારંભિક વહીવટી તપાસ અનુસાર, લોજ બિલ્ડિંગની બાજુમાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું. આ હેતુ માટે આશરે 12 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે લોજનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે આખી ઇમારત નમી ગઈ હતી અને ખાડામાં ધસી પડી હતી. વહીવટીતંત્રે આ બેદરકારી પર કડક વલણ અપનાવ્યું છે. પોલીસ અધિક્ષક મોતીઉર રહેમાનની સૂચના પર, લોજ માલિક લલ્લુ લાલ અગ્રવાલ અને જમીન માલિક રાજીવ ગર્ગ વિરુદ્ધ BNS ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  સામાન્ય જનતા પર TMCએ ચલાવી લૂંટ, PMએ સંબોધી જાહેરસભા