દેશના ન્યાયતંત્રમાં એક મહત્વપૂર્ણ ફેરબદલ અંતર્ગત દેશની 8 વડી અદાલતો એટલે હાઇકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર વિચાર-વિમર્શ કર્યા બાદ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણૂકોને લીલી ઝંડી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.  

ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ એ.વાય. કોગજે MP હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા  

નવી નિમણૂકો અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગજેની મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠીને બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેની જવાબદારી સોંપાઈ છે.  

કઈ હાઇકોર્ટમાં કોને મળ્યો મુખ્ય ન્યાયાધીશનો પદભાર?

દેશની 8 હાઇકોર્ટમાં નિમાયેલા નવા મુખ્ય ન્યાયાધીશોની સંપૂર્ણ યાદી

  1. મધ્યપ્રદેશ HC: જસ્ટિસ એ. વાય. કોગજે
  2. બોમ્બે HC: જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી  
  3. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ HC: જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્ર સિંહ ભાટી  
  4. પંજાબ અને હરિયાણા HC: જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા  
  5. છત્તીસગઢ HC: જસ્ટિસ કૃષ્ણા રામ મોહપાત્રા  
  6. રાજસ્થાન HC: જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલ  
  7. પટના HCના CJ જસ્ટિસ વેલ્યુરી કામેશ્વર રાવ
  8. કલકત્તા HCના CJ તરીકે રવીન્દ્ર ગર્ગ  

https://twitter.com/arjunrammeghwal/status/2096290003370574125


સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ નિર્ણય  

આ તમામ નિમણૂકો ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવી છે. કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કરવામાં આવ્યાના થોડા જ દિવસોમાં કાયદા મંત્રાલયે આ પ્રક્રિયા પૂર્ણ કરીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી લીધી છે.

ન્યાયતંત્રની કામગીરીમાં આવશે ઝડપ

વિવિધ વડી અદાલતોમાં લાંબા સમયથી મુખ્ય ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી હોવાને કારણે અથવા કાર્યકારી વડા કામગીરી સંભાળતા હોવાને કારણે આ નિમણૂકો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 8 હાઇકોર્ટને કાયમી મુખ્ય ન્યાયાધીશ મળવાથી ત્યાં કેસોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે, અને ન્યાયિક વહિવટ વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Gujarat Weather Update: રાજ્યમાં આગામી 7 દિવસ કેવો રહેશે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી