જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવીની યાત્રા 18 દિવસથી સ્થગિત છે. 26 ઓગષ્ટના રોજ કટરાના ત્રિકુટ પર્વતોમાં અધકુંવારીમાં વાદળો ફાટતા મોટી જાનહાનિ થઇ છે. લેન્ડસ્લાઇડના કારણે 32 યાત્રાળુઓના મોત થયા હતા. અને 20 લોકો ઘાયલ થયા હતા.

વાદળનું ફાટવું અને જમીન ધસવાની આ દુર્ઘટનાના કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભૂસ્ખલન બાદ મંદિરના માર્ગો પર રાહત કાર્યનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જમ્મૂ-કાશ્મીર માટે વરસાદની મૌસમ ખતરનાક સાબિત થઇ છે. જેમાં તેઓના ઘર તબાહ થયા છે. અને બજારોમાં પાણી ફરી વળ્યા છે. માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે. મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
માતા વૈષ્ણો દેવીની યાત્રા સ્થગિત રહેતા કટરા બેસ કેમ્પ સુમસામ ભાસી રહ્યા છે. તો અમુક લોકો મંદિરના મુખ્ય માર્ગો પર પૂજા-અર્ચના કરતા રહે છે. યાત્રા સ્થગિત કર્યા બાદ પણ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ છે. અને સાધુ-સંતો અહીં અનુષ્ઠાન કરે છે.
ભારે વરસાદના કારણે જમ્મૂ સંભાગમાં 10 સપ્ટેમ્બરથી ફરી શાળાકીય કાર્ય શરુ કરવામાં આવ્યુ છે. આ શાળાઓ છેલ્લા 15 દિવસથી ભારે વરસાદના કારણે બંધ હાલતમાં હતી. જમ્મૂ-કાશ્મીરના હાઇવે 9 દિવસથી બંધ હતા. જેના કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઇ હતી. 270 કિમી લાંબા હાઇવે, કાશ્મીરને દેશના વિવિધ ભાગ સાથે જોડનાર એેકમાત્ર ઓલ વેધર રોડ પણ બંધ રહ્યા બાદ 30 ઓગષ્ટના રોજ ખોલવામાં આવ્યો હતો. ભારે વરસાદ, વાદળનું ફાટવું, લેન્ડસ્લાઇડના કારણે 12 હજાર કિમીના માર્ગ ક્ષતિગ્રસ્ત થયા છે.