અહીં પાંચ યુવતીઓએ કથિત રીતે કોઈ ઝેરી પદાર્થ ચાખ્યો હતો, જેના પરિણામે ચારના દુઃખદ મોત થઈ ગયા છે, જ્યારે એકની બાળકી બચી ગઇ. આ ઘટના માત્ર દુખદ જ નહીં પરંતુ ચિંતાજનક પણ છે. આખરે ઝેરનો સ્વાદ કેવો હોય છે અને લોકો તેને ઓળખી કેમ શકતા નથી?
રમતા રમતા અને ગમ્મત તેમજ જીજ્ઞાસા ખાતર સ્વાદ જાણવા માટે ઝેર ખાધું
પાંચ સગીર બાળકીઓ રમતા રમતા અને ગમ્મત તેમજ જીજ્ઞાસા ખાતર સ્વાદ જાણવા માટે ઝેર ખાધું, જેમાંથી ચારનાં મોત થઈ ગયા. બચી ગયેલી એક છોકરીએ આખી ઘટના વર્ણવી, ત્યારબાદ સત્ય બહાર આવ્યું. આ ઘટનાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. પોલીસે બાળકીનું નિવેદન નોંધ્યું છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Also Read
Celebrity Tragedy : પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર 5 સિતારાઓ, એકનું તો જન્મદિવસ પર જ થયું હતું દર્દનાક મોત!
Goa Night Club Tragedy: કરવા ગયા હતા મોજ-મસ્તી, આવી ગયું યમરાજનું તેડું, ગોવાના નાઈટક્લબની આગમાં પરિવારના 4 સભ્યોના મોત
Goa Night Club Tragedy: રેસ્ટોરન્ટને પરવાનગી આપવામાં ભૂમિકા બદલ 3 વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
પાંચ છોકરીઓ ખેતરમાં ગઈ હતી
આ ઘટના 29 જાન્યુઆરીએ જિલ્લાના મોતી બિઘા ગામમાં બની હતી. પાંચ સગીર છોકરીઓ ખેતરમાં ગઈ હતી, પરંતુ તેમાંથી માત્ર એક જ ઘરે પરત આવી અને ચારનાં મોત થઈ ગયા. બચી ગયેલી છોકરીએ તેને એક “ડાર્ક એક્સપેરિમેન્ટ” ગણાવ્યો. 14 વર્ષની આ બાળકીના જણાવ્યા મુજબ તેઓ બધાં એક સૂમસામ જગ્યાએ ગયા અને એવી ઝેરી વસ્તુ ખાધી જે સામાન્ય રીતે બગલા મારવા માટે વપરાય છે. તેણે જણાવ્યું કે સૌએ માત્ર તેનો સ્વાદ જાણવા માટે તે ખાધું હતું.
5માંથી એક છોકરી કેવી રીતે બચી?
છોકરીએ જણાવ્યું કે તેની એક સખીએ કહ્યું, “ચાલો, આ ખાઈને જોઈએ કે આપણે જીવીએ છીએ કે મરીએ.” તેમણે બગલા મારવા માટે વપરાતા ઝેરને પાણી સાથે ગળી લીધું. મેં બહુ ઓછું લીધું અને તરત જ થૂંકી દીધું, તેથી હું બચી ગઈ. તેની ચાર સખીઓ, જેઓની ઉંમર 12થી 15 વર્ષની વચ્ચે હતી, તેના સામે જ પડી ગઈ અને તેમનું મોત થયું. ડરી ગયેલી છોકરી તરત જ ઘરે દોડી ગઈ અને પરિવારને આખી ઘટના કહી. પરિવારજનોએ તરત જ તેને ઉલ્ટી કરાવવા માટે લીમડાના પાનનો ઉકાળો પીવડાવ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો.
આ ઘટના ગંભીર ચેતવણીરૂપ છે કે ઘરો અને ખેતરોમાં વપરાતા કીટનાશક, દવાઓ અને રસાયણો બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ. નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જાગૃતિ અને સાવચેતી જ આવા અકસ્માતોને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
આ પણ વાંચો: Weather Update: ફેબ્રુઆરીમાં એપ્રિલ જેવી ગરમી, તાપમાનમાં સતત વધારો










