અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં પ્રસાદ અને દાનની રકમમાં થયેલી ચોરીનો મામલો અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે આજે રવિવારે મોટી કાર્યવાહી કરતા ટીનુ યાદવ સહિત આઠ આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે આ સ્થળોએથી કેસ સંબંધિત મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે.
આરોપીઓની ધરપકડ અને તપાસ
આ ગંભીર કેસમાં અત્યાર સુધીમાં રામશંકર યાદવ (ટીનુ), અવિનાશ શુક્લા, અનુકુલ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામ શંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસ જ્યારે ટીનુ યાદવ અને મનીષ યાદવના ઘરે પહોંચી ત્યારે તેમના ઘરને તાળા મારેલા હતા અને પરિવારજનો ફરાર જણાયા હતા. પોલીસ આ તમામ આરોપીઓની ઊંડી પૂછપરછ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
ષડયંત્ર તમામ વિગતો
આ ચોરીના માસ્ટરમાઇન્ડ ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટીનુ પર આરોપ છે કે તે મંદિરના વહીવટી કામકાજમાં મજબૂત પકડ ધરાવતો હતો. તેની પાસે દાનપેટી અને ગણતરી ખંડની ચાવીઓ રહેતી હતી. એક સમયે ઓટો ચલાવતો ટીનુ આજે કરોડોની સંપત્તિનો માલિક કેવી રીતે બન્યો, તે તપાસનો મુખ્ય વિષય છે.
અન્ય આરોપીઓની વિગતો
અન્ય આરોપી અનુકુલ મિશ્રા, જે ગણતરી રૂમમાં કામ કરતો હતો, તેણે બેંકમાં રકમ જમા કરાવતી વખતે પૈસા ચોરીને બાથરૂમમાં છુપાવી દીધા હતા. તેવી જ રીતે, લવકુશ મિશ્રા, જે રોકડ અને પ્રસાદની ગણતરી સંભાળતો હતો, તેના ઘરેથી અગાઉ પણ ૧૨ લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે પણ આ પૈસામાંથી મોટી સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું છે. સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ પર પણ રોકડ ગણતરીના કામમાં બેદરકારી અને ચોરીનો આરોપ છે.
ભ્રષ્ટાચારનું જાળું
આ સમગ્ર મામલામાં એક વાત સ્પષ્ટ છે કે, મંદિરની પવિત્રતા અને દાનની રકમ સાથે મોટું છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓ મંદિરના વહીવટી તંત્રના નજીકના લોકો હોવાનો લાભ ઉઠાવી લાંબા સમયથી આ ગોટાળો કરી રહ્યા હતા. અયોધ્યા જન્મભૂમિ પોલીસ સ્ટેશનના અધિકારીઓની દેખરેખ હેઠળ હવે આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ દરોડાઓએ મંદિરમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ PM મોદીની મન કી બાતઃ સમુદ્રથી આકાશ સુધી ભારત સુરક્ષિત, સોના પેટ્રોલ પર દેખાઇ રહી છે અપીલની અસર