આજે અયોધ્યામાં અનેરો અવસર છે.રામમંદિરના શિખર પર ધ્વજારોહણનો કાર્યક્રમ છે. જેમાં કાશી, ઉત્તરાખંડ વગેરે જગ્યાએથી સંતો મહંતો ઉપસ્થિત છે. લગભગ 6000 જેટલા આમંત્રિતો હાજર છે.અભિજિત મુહૂર્તમાં પીએમ મોદી આજે રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો છે. મંત્રોચ્ચાર અને પૂજા વિધિ પૂર્વક પીએમ મોદીના હસ્તે રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં આવ્યો.
અલૌકિક ક્ષણના બન્યા સાક્ષી
આ અલૌકિક દ્રશ્યને જોઇને સૌ કોઇમાં એક ઉત્સાહની લાગણી જોવા મળી હતી. હાજર સૌ કોઇ જય સિયા રામના નારા લગાવીને આ આદ્યાત્મિક ક્ષણના સાથી બન્યા હતા.
અભિજીત મુહૂર્તમાં ધર્મધ્વજારોહણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે સૌ પ્રથમ રામ મંદિરના પહેલા માળે નવનિર્મિત રામ દરબારમાં પૂજા કરી હતી. ભગવાન રામ લલ્લાના અભિષેક સમયે પહેલા માળે રામ દરબાર સ્થાપિત થયો ન હતો. રામ દરબાર તાજેતરમાં પૂર્ણ થયો હતો.
રામ લલ્લાની કરી આરતી
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSS વડા મોહન ભાગવતે રામ મંદિરમાં રામ લલ્લાની આરતી કરી હતી. જે બાદ મંદિરની ટોચ પર ધર્મ ધ્વજ ફરકાવવાની વિધિ શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં છે. પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે એરપોર્ટથી રામ મંદિર સુધી રોડ શો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સપ્તઋષિ મંદિરમાં પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેઓ રામ મંદિર પહોંચ્યા હતા.









