યોગ ગુરુ બાબા રામદેવે 'બાબા બાગેશ્વર' તરીકે જાણીતા ઉપદેશક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.. બાબા રામદેવે તેમના દ્વારા યોજવામાં આવતા 'પ્રેત બાધા દરબાર' (ભૂત-પ્રેત ભગાડવાના કાર્યક્રમો) અને ભગવાન રામ તથા ભગવાન કૃષ્ણ સાથેની તેમની વિવાદાસ્પદ તુલનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "તેઓ હિંદુઓને બચાવવાની વાત કરે છે. આ ગાંડા માણસે પહેલાં પોતાને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ!" બાબા રામદેવના આ નિવેદન બાદ બંને સમર્થકોમાં અંદરોઅંદર રોષની લાગણી જોવા મળી હતી.
મે અધિકાર પૂર્વક ઠપકો આપ્યો- બાબા રામદેવ
ત્યારે આજે ફરી એકવાર યોગ ગુરુ બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને એક મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે બાબા બાગેશ્વરના કૃષ્ણ પરના નિવેદનથી હું વ્યથિત હતો. આથી મે હકથી નારાજગી વ્યક્ત કરી. સમર્થકોએ અંદરોઅંદર લડવાની જરૂર નથી. ભગવાનમાં કોઇ ભેદભાવ ન હોવો જોઇએ. મે અધિકાર પૂર્વક ઠપકો આપ્યો.
