આ પ્રતિબંધના કારણે ઈદ પહેલા બલિદાનને લગતા વિવાદ વધુ ઘેરો બન્યો છે.

અરજીઓને ફગાવાઇ

કલકત્તા હાઈકોર્ટે ઈદ પહેલા પશ્ચિમ બંગાળ સરકારના પશુ કતલ પર પ્રતિબંધને માન્ય રાખ્યો છે અને તેને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે 1950ના પશુ કતલ કાયદા હેઠળ ધાર્મિક આધારો પર આધારિત છૂટ અને ભેંસ, બળદ વગેરેની કતલ કરવાની પરવાનગીની માંગને નકારી કાઢી છે. જોકે, કોર્ટે રાજ્ય સરકારને 27-28 મેના રોજ ઈદ માટે કોઈ છૂટની જરૂર પડશે કે નહીં તે 24 કલાકની અંદર વિચારવાનો નિર્દેશ આપ્યો છે.

શુ કરાઇ દલીલ ?

પશ્ચિમ બંગાળ સરકારના આ આદેશથી ઈદ અલ-અધા માટે પશુઓની બલિને લઈને વિવાદ ઉભો થયો છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓએ આ આદેશ સામે અરજી દાખલ કરી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નવા પ્રતિબંધો ધાર્મિક રિવાજો અને ગ્રામીણ અર્થતંત્રને નુકસાન પહોંચાડશે. રાજ્ય સરકારે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે ફક્ત 14 વર્ષથી વધુ ઉંમરના અથવા કાયમી રીતે અપંગ પ્રાણીઓને જ બલિદાન માટે યોગ્ય ગણવામાં આવશે. જોકે, ઇસ્લામિક રિવાજો અનુસાર, અપંગ પ્રાણીઓનું બલિદાન આપી શકાતું નથી.

નોટિસમાં કયા સૂચનો ?

સરકારી સૂચના અનુસાર, બલિદાન આપતા પહેલા પ્રાણીની ઉંમર અને શારીરિક સ્થિતિની પુષ્ટિ કરવા માટે પશુચિકિત્સા તપાસ જરૂરી છે. નવા નિયમ હેઠળ, બળદ, ગાય, વાછરડા અને ભેંસનું બલિદાન આપતા પહેલા ફિટનેસ પ્રમાણપત્ર જરૂરી છે. સૂચના અનુસાર, ફક્ત 14 વર્ષથી વધુ ઉંમરના અથવા ઈજા, શારીરિક ક્ષતિ, વૃદ્ધાવસ્થા અથવા અસાધ્ય રોગને કારણે કાયમી રીતે અપંગ પ્રાણીઓનું બલિદાન આપી શકાય છે. આવા પ્રાણીઓની કુરબાની માટે અધિકારીઓનું પ્રમાણપત્ર પણ જરૂરી રહેશે.

આ પણ વાંચોઃ હજ યાત્રાને કારણે ઈરાન પર અમેરિકાએ ટાળ્યો હુમલો, સાઉદી-યુએઈની દલીલો સામે ઝુક્યા ટ્રમ્પ