મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સૌજન્ય મુલાકાત લીધી. આ પ્રસંગે મુખ્યપ્રધાન સાંઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને છત્તીસગઢમાં યોજાનારા રાજ્યસ્તરીય આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ, બસ્તર પાંડુમ 2026માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.
આ કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે
રાષ્ટ્રપતિને બસ્તર પ્રદેશની સમૃદ્ધ આદિવાસી કલા, સંસ્કૃતિ, પરંપરાઓ અને લોકજીવનનો પરિચય કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે બસ્તર પાંડુમ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના આદિવાસી વારસાને જાળવવા, પ્રોત્સાહન આપવા અને પ્રચારિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે, જેનો અંતિમ તબક્કો ફેબ્રુઆરી 2026માં બસ્તરમાં પૂર્ણ થશે.
આદિવાસી સમુદાયોની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા સરકાર કાર્યરત
આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિને છત્તીસગઢ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને જન કલ્યાણ યોજનાઓ સહિતની પ્રગતિ વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આદિવાસી સમુદાયોને તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખીને વિકાસના મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવા માટે સતત કાર્યરત છે.
વિવિધ સાંસ્કૃતિક સ્વરૂપોનું પ્રદર્શન કરવામાં આવશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આદિવાસી સંસ્કૃતિ સાથે સંબંધિત આ કાર્યક્રમની પ્રશંસા કરી અને બસ્તર પાંડુમ 2026ના સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે બસ્તર પાંડુમ 2026માં લોકનૃત્ય, લોકગીતો, પરંપરાગત વાદ્યો, હસ્તકલા, આદિવાસી ભોજન અને પોશાક સહિત વિવિધ સાંસ્કૃતિક સ્વરૂપોનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પણ વાંચો: Nitin Gadkari: જ્યારે હાઇવે માટે તોડાવ્યું હતું સસરાનું ઘર.. નીતિશ ગડકરીએ કર્યો ખુલાસો