દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ 'ભારત ટેક્સી એપ' આજથી સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ નવી કેબ સર્વિસ સીધી રીતે ઓલા-ઉબર અને રેપિડો જેવી પ્રાઈવેટ રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિજ્ઞાનભવનમાં ભારત ટેક્સીને સત્તાવાર લોન્ચ કરી છે.

https://twitter.com/AmitShah/status/2019348725097984289

અન્ય કંપનીઓને ટક્કર મળશે અને હરીફાઈ પણ વધશે

ખાસ વાત છે કે તે પુરી રીતે એપ બેસ્ડ સ્વદેશી ટેક્સી સર્વિસ છે. માનવામાં આવી રહ્યું છે કે આ એપ લોન્ચ થયા બાદ હવે ઓલા, ઉબર જેવી એપ બેસ્ડ કંપનીઓને ટક્કર મળશે અને હરીફાઈ પણ વધશે, જેનો ફાયદો સામાન્ય ગ્રાહકોને મળશે. ડ્રાઈવર-ઓનરશીપ મોડલ પર બેસ્ડ ભારત ટેક્સી એપ કમિશન ફ્રી સર્વિસ ઉપલબ્ધ કરાવશે. જેનાથી કેબ ચાલકોને તેમના હકના પુરા પૈસા મળશે.

ભારત ટેક્સીનું માનવું છે કે બીજી એપ બેસ્ડ ટેક્સી સર્વિસની જેમ તેમાં પણ તેટલું જ ભાડુ હશે પણ સ્વદેશી એપ બેસ્ડ ટેક્સી આવવાથી હરીફાઈ હશે, જેનાથી અન્ય કંપનીઓ ભાડું ઓછું કરશે અને ગ્રાહકોને ફાયદો થશે. ભારત ટેક્સીના સીઈઓ વિવેક પાંડે્યએ કહ્યું કે હાલમાં ભારત ટેક્સી તેનાથી જોડાયેલા ડ્રાઈવરો પાસેથી કોઈ પ્રકારનો સર્વિસ ચાર્જ લઈ રહી નથી પણ ભવિષ્યમાં 25-30 રૂપિયા પ્રતિ દિવસ લઈ શકે છે, જ્યારે ઓલા અને ઉબર ડ્રાઈવરો પાસેથી વધારે કમિશન લે છે.

કેવી રીતે ડાઉનલોડ કરશો એપ્લિકેશન?

દેશમાં એપ્લિકેશન આધારિત ટેક્સી સેવાઓની વચ્ચે હવે સરકાર અને સહકારિતા મોડલ પર આધારિત એક નવો વિકલ્પ સામે આવી રહ્યો છે. ભારત ટેક્સી એપ જલદી જ મોટા સ્તર પર સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ છે. ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકાય છે. દિલ્હી-NCRમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

શું સુવિધા મળશે?

ભારત ટેક્સી દ્વારા લોકો રિક્ષા, ગાડી અને બાઈક ટેક્સી બુક કરી શકશે. આ સેવા સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ હેઠળ શરૂ કરવામાં આવી રહી છે, જેને દેશની પ્રથમ નેશનલ મોબિલિટી કોઓપરેટિવ કહેવામાં આવી રહ્યું છે. તેનું મોડલ પુરી રીતે ડ્રાઈવર ફ્રેન્ડલી છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ અત્યાર સુધી આ સર્વિસથી 4 લાખથી વધારે ડ્રાઈવર જોડાઈ ચૂક્યા છે અને કેબ ડ્રાઈવર્સને 10 કરોડ રૂપિયા વહેંચવામાં આવી ચૂક્યા છે. આ એપ પર ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી.

ભારત ટેક્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સર્જ પ્રાઈસિંગ નહીં હોય. વરસાદ, ટ્રાફિક કે પીક અવર્સના નામ પર વધારે ભાડું નહીં વસૂલવામાં આવે. ભાડું પહેલેથી જ નક્કી કરાશે અને પારદર્શી રહેશે, જેનાથી મુસાફરને રાહત મળશે.

ટેક્સી ખરીદવા માટે મળશે લોન

ભારત ટેક્સી સાથે જોડાનારા ડ્રાઈવરોને સરકારી લોનની સુવિધા પણ મળશે, જેથી તે પોતાની ટેક્સી ખરીદી શકે અને રોજગારના નવા અવસર ઉભા થાય. મુસાફરો અને ડ્રાઈવરોની સુરક્ષા માટે ભારત ટેક્સીએ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ સાથે ભાગીદારી કરી છે. એપમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ, વેરિફાઈડ ડ્રાઈવર, મલ્ટીલિંગુઅલ સપોર્ટ અને 24x7 કસ્ટમર કેર જેવી સુવિધાઓ હશે. તેને મેટ્રો નેટવર્ક સાથે જોડવાની પણ યોજના છે.

જણાવી દઈએ કે આ સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડને દેશની 8 મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી ઓપરેટ કરવામાં આવી રહી છે. જેમાં અમૂલ, ઈફ્કો, કૃભકો, નાફેડ, એનડીડીબી, એનસીઈએલ, એનસીડીસી અને નાબાર્ડ સામેલ છે. કંપનીના બોર્ડમાં ડ્રાઈવરોના બે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ સામેલ છે, જેનાથી ડ્રાઈવરોની જરૂરી વાત કે તેમની માગ સીધી સરકાર સુધી પહોંચશે.

મહિલાઓ માટે ફીમેલ રાઈડર્સ

ભારત ટેક્સી સર્વિસમાં મહિલા સસશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે 'બાઈક દીદી' જેવી પહેલ ચલાવવામાં આવી રહી છે, જેની હેઠળ અત્યાર સુધી 150થી વધુ મહિલા ડ્રાઈવર ભારત ટેક્સી સાથે જોડાઈ ચુકી છે. આગામી સમયમાં આ સંખ્યામાં વધારો થશે. મહિલાઓ પોતાની મુસાફરી માટે મહિલા રાઈડર્સનો વિકલ્પ પસંદ કરી શકે છે. જે મહિલાઓની સેફ્ટી માટે એક મોટું પગલું છે.  

આ પણ વાંચો : Vaishno Devi Ropeway Protests : વૈષ્ણોદેવી રોપવેનો વિરોધ ઉગ્ર, ઘોડેસવારોની પ્રતિ કામદાર ₹20 લાખ વળતરની માંગ