ચૂંટણી પંચ દ્વારા અનેક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે આંકડા સામે આવ્યા છે, તે મહત્વપૂર્ણ છે. તમિલનાડુમાં સૌથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. અહીં લગભગ 97 લાખથી વધુ નામ કાપવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ આ આંકડાને પાર કરી શકે છે, કારણ કે ત્યાં SIR પ્રક્રિયા હજુ ચાલી રહી છે અને આંકડા 31 ડિસેમ્બરે જાહેર થશે.
બહાર આવેલા આંકડા
આ જ પ્રક્રિયામાં બહાર આવેલા આંકડા મુજબ બંગાળમાં આશરે 58 લાખ, ગુજરાતમાં 73 લાખ, મધ્યપ્રદેશમાં 42 લાખ, છત્તીસગઢમાં 27 લાખ અને કેરળમાં 22 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. નાના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ પ્રક્રિયાની અસર જોવા મળી છે આંદામાનમાં 22 હજાર, ગોવામાં 1.02 લાખ, બિહારમાં 47 લાખ અને પુડુચેરમાં 84 હજાર નામ કાઢી નાખવામાં આવ્યા છે.
ગુજરાત બંગાળ કરતા આગળ
ડબલ મતદારોના મામલે ગુજરાત બંગાળ કરતાં આગળ છે. ગુજરાતમાં લગભગ 3.8 લાખ જેટલા ડબલ મતદારો ઓળખાયા છે, જ્યારે બંગાળમાં આ સંખ્યા આશરે 1.38 લાખ છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા અને સ્થળાંતર કરેલા મતદારોના નામો પણ મોટા પ્રમાણમાં હટાવ્યા છે.
રાજ્યવાર આંકડા પર નજર કરીએ તો
- તમિલનાડુ: 97 લાખ નામ કાપાયા
- ગુજરાત: 73 લાખ
- બંગાળ: 58 લાખ
- મધ્યપ્રદેશ: 42 લાખ
- છત્તીસગઢ: 27 લાખ
- કેરળ: 22 લાખ
- બિહાર: 47 લાખ
- ગોવા: 1.02 લાખ
- આંદામાન: 22 હજાર
- પુડુચેરી: 84 હજાર
અલગથી જોવામાં આવેલા વર્ગીકૃત આંકડા મુજબ તમિલનાડુ, બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં મૃત્યુ પામેલા, સ્થળાંતર કરેલા અને ડબલ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુધારેલી અંતિમ મતદાર યાદી 21 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો : New Year 2026: કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન બંધ, ભીડ વધતા લેવાયો નિર્ણય