બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે દિવાળી અને છઠ્ઠ પૂજાને લઇને રેલવે મંત્રાલય તરફથી મોટી ભેટ મળી રહી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી રાજ્યમાં 3 નવી એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. અશ્વિની વૈષ્ણવ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનો ભાગ બનશે. એક્સપ્રેસ ટ્રેનોની સાથે 5 પેસેન્જર ટ્રેનોની પણ શરૂઆત થશે. અમૃત ભારત ટ્રેનો હૈદરાબાદ નજીક મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, છપરાથી આનંદ વિહાર ટર્મિનલ અને અજમેર નજીક દરભંગાથી મદાર જંકશન વચ્ચે ચાલશે.


જન જનને મળશે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની સુવિધા

મુઝફ્ફરપુરથી ચર્લપલ્લી સુધી ચાલનારી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દક્ષિણ ભારત માટે મુઝફ્ફરપુરથી ચાલનારી પહેલી અમૃત ભારત ટ્રેન છે. જ્યારે છપરા-આનંદ વિહાર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી માટે બિહારથી છઠ્ઠી ટ્રેન છે. બિહારને અગાઉથી જ 10 અમૃત ભારત ટ્રેનોની ભેટ મળી ચૂકી છે. આથી રાજ્યના લોકો સુધી કનેક્ટિવિટી અને સુવિધાઓ પહોંચી શકશે.

નવી 3 એક્સપ્રેસ ટ્રેનોની પૂરી વિગત-

1. દરભંગા - અજમેર (મદાર)

ટ્રેન નંબર: 19623/19624, આ મદાર-દરભંગા અમૃત ભારત એક્સપ્રેસ એક સાપ્તાહિક ટ્રેન છે. આ ટ્રેન કમતૌલ, સીતામઢી, રક્સૌલ, નરકટિયાગંજ, ગોરખપુર, ગોમતીનગર, કાનપુર, ટુંડલા અને જયપુર વચ્ચે દોડશે.

2. મુઝફ્ફરપુર - હૈદરાબાદ (ચર્લપલ્લી)

ટ્રેન નંબર: 15293/15294, આ પણ સાપ્તાહિક ટ્રેન છે.આ ટ્રેન હાજીપુર, પાટલિપુત્ર, આરા, બક્સર, ડી.ડી.યુ., પ્રયાગરાજ છિવકી, જબલપુર, ઇટારસી, નાગપુર, કાઝીપેટ સુધી ચાલશે.

3. છપરા - દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ)

આ ટ્રેન સપ્તાહમાં 2 વખત દોડશે.આ ટ્રેન સિવાન, થાવે, કપ્તાનગંજ, ગોરખપુર, બસ્તી, ગોંડા, લખનૌ અને કાનપુરના રસ્તે દોડશે.

4 નવી પેસેન્જર ટ્રેનોને પણ લીલી ઝંડી

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી આજે 4 પેસેન્જર ટ્રેનોને હરી ઝંડી બતાવશે. જે ટ્રેન પટના-બક્સર, ઝાઝા-દાનાપુર, પટના-ઇસ્લામપુર, નવાદા-પટના (શેખપુરા-બરબીઘા રૂટ મારફતે) શેખપુરા-બરબીઘા-બિહારશરીફ રૂટ મારફતે નવાદાથી પટના સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે.


  • Follow us on: